________________
૧૮ રથયાત્રા માટે રથ–આપનારને ચક્રવતીની સંપત્તિ પ્રાપ્ત થાય છે.
૧૯ ખિણા કરવાથી કર્મરહિત બને છે.
૨૦ તીર્થમાં અશ્વ આપનારને સર્વ તરફથી લહમી પ્રાપ્ત થાય છે. હાથી આપનારને સારા શીલવાળી સ્ત્રીઓ પ્રાપ્ત થાય છે. પ્રભુના પખાય માટે ગાય આપનાર રાજા થાય છે.
૨૧ ચંદર. છત્ર, સિહાસન ચામર વગેરે આપનારને બધી વસ્તુઓ ભવાન્તરમાં પ્રાપ્ત થાય છે. મહેન્દ્ર ધ્વજ અથવા ધજા ચઢાવનારા અનુત્તર વિમાનમાં સુખ ભોગવી શાશ્વતપદને પ્રાપ્ત કરે છે.
૨૨ સેના રૂપા કે તાંબાનાં કલશ કરાવનાર સ્વમમાં પણ પીડા પામતા નથી. અને શાશ્વત મંગળને પ્રાપ્ત કરે છે.
૨૩ આંગી કરનારા વિશ્વમાં શૃંગારભૂત બને છે. * ૨૪ પ્રભુ પૂજાને માટે ગામ કે વાડી આપનારા ચક્રવર્તિ બને છે. - ૨૫ દશમાળા ચઢાવવાંથી ઉપવાસ, સે માળાથી છઠ, હજાર માળાથી અઠ્ઠમ, લાખ માળાથી પંદર ઉપવાસ, દશ લાખ માળાથી મહિનાના ઉપવાસનું ફળ મળે છે.
૨૬ શ્રી શત્રુંજયના માર્ગમાં યાત્રાર્થે જતા સાધુ સંઘની ભક્તિ, પ્રભાવના, વૈયાવચ્ચ પ્રમુખ કરતાં ગિરિરાજ દૂર હોય ત્યાં સુધી ક્રોડગણું ફળ અને ગિરિરાજ સાક્ષાત નજરે પડતાં અનંતગણું ફળ પ્રાપ્ત થઈ શકે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com