________________
આ મહાતીર્થને મહિમા શ્રી રાષભદેવ પ્રભુનાં આદેશથી શ્રી પુંડરીક ગણધર ભગવંતે વિશ્વના પ્રાણીઓના હિતને માટે સવા લાખ શ્લેક પ્રમાણુ કહ્યો હતો, તે પછી ચરમ તીર્થાધિપતિ શ્રી મહાવીરસ્વામીજીના આદેશથી શ્રી સુધર્માસ્વામીજીએ મનુબેનું ટુંકુ આયુષ્ય જાણીને તેમાંથી સંક્ષેપ કરી રોવીસ હજાર ક પ્રમાણુ કહ્યો હતો. ત્યાર પછી શ્રી વૈરાગ્યરસનાસાગર અને સર્વ વિદ્યામાં પ્રવિણ વિવિધ લબ્ધિવાળા શ્રી ધનેશ્વરસૂરીશ્વરજીએ વલભીપુરમાં શત્રુંજય મહાસ્ય નામના ગ્રંથની સુંદર રચના કરી હતી, જે હાલમાં આપણને મૂળ ગ્રંથ તથા ભાષાંતર મળી શકે છે.
શ્રી ધનેશ્વરસૂરીશ્વરજી મહારાજે શત્રુંજય મહામ્યમાં
* ૧ “ધર્મ પામવાની ઈચ્છાથી તમે સર્વ દિશામાં શા માટે ભટક્યા કરે છે? એકવાર શ્રી પુંડરીકગિરિ (શ ગિરિ) ની છાયાને પણ સ્પર્શ કરે, તે બીજું કાંઈ કરવાની જરૂર નથી.
૨ જે તમારે તત્વ જાણવાની ઈચ્છા હોય કે ધર્મ કરવાની ઈચ્છા હોય તે બીજુ બધું છોડી દઈ આ શ્રી સિદ્ધગિરિવરને આશ્રય કરો.
૩ શત્રુંજ્યગિરિ પર જઇને શ્રી જિનેશ્વરદેવનું ધ્યાન કરવું તે અતિ શ્રેષ્ઠ છે, કેમકે તેના જેવું બીજું પરમ તીર્થ કેઈ નથી. એ ભયંકર પાપ ઉપાર્જન કરેલું હોય તે પણ પુંડરીકગિરિનાં સ્મરણથી સઘળાં પાપ નાશ પામી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com