________________
મહ્યા સુરનરવંદને ભૂપ. સાવ ભવ ૩ તીરથ કે નહિ ? શેત્રુંજય સારખું રે,
પ્રવચન દેખી રે કીધું તારું પારખું રે, ભને જોઈ જોઈ હશે જેહ ત્રિભુવન લીલા પામે તે
સા) ભવ ૪ ભે ભવ માણું રે, પ્રભુ તારી સેવના રે,
ભાવઠ ન ભાંગેરે જગમાં તે વિના રે, પ્રભુ! મારા પૂર મનના કોડ, એમ કહે ઉદયરતન કરજેડ
સા ભવ૦૫
(વીર કને જઈ વસીયે ચાલોને સખિ. એ દેશી) વિમલાચલ જઈ વસયેિ, ચાલેને સખિ!
વિમલાચલ જઈ વસીયે, આદિ અનાદિ નિગોદમાં વસીયે, પુન્ય ઉદયે નકસીયે, ચાર ગતિમાં ભ્રમણ કરીને, લાખ ચોરાશી ફરસીયે. ચાલો ૧ દેવ નારકી તિર્યંચમાંહી વળી, દુઃખ સહ્યાં અહનિસીયે, પુન્ય પ્રભાવે મનુષ્યભવ પામી દેશ આરજમાં વસીયે.
ચાલે. ૨ દેવગુરુને જિન ધર્મ પામી, આતમરદ્ધિ ઉલ્લેસીયે; શ્રી સિદ્ધાચલ નયણે નિહાળી, પાપ તિમિરથી ખસીયે
ચાલો. ૩ કાલ અનાદિના મહાયનાં મસી લઈ મુખ ઘસી; શ્રી આદીશ્વર ચરણ પસાયે; ક્ષમાખણ લઈ ઘસીએ
ચાલે ૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com