________________
- ૧૭૮
શ્રી પુંડરીકસ્વામીનું સ્તવન એક દિન પુંડરીક ગણધરુ રે લોલ,
પૂછે શ્રી આદિજિણુંદ સુખકારી રે કહીયે તે ભવજલ ઉતરી રે લોલ,
પામીશ પરમાનંદ ભવવારી રે. એક ૧ કહે જિન ઈશુ ગિરિ પામશે રે લોલ,
જ્ઞાન અને નિરવાણ જ્યકારી રે તીરથ મહિમા વધશે રે લોલ,
અધિક અધિક મંડાણ નિરધારી રે એક ૨ ઈમ નિસણીને ઈહાં આવ્યા રે લોલ,
ઘાતી કરમ કર્યા દૂર તમારી રે પાંચ ક્રોડ મુનિ પરિવર્યા રે લોલ,
હુઆ સિદ્ધિ હજુર ભવવારી રે. એક ૩ વત્રી પૂનમ દિન કીજીયે રે લોલ,
પૂજા વિવિધ પ્રકાર દિલ ધારી રે ફલ પ્રદક્ષિણા કાઉસગ્યા રે લોલ,
લેગસ્સ થઈ નમુક્કાર નરનારી રે. એક ૪ દશ વીશ ત્રીશ ચાલીશ ભલા રે લોલ,
પચાસ પુષ્પની માળ અતિસારી રે. ૫ નવ લાહે લીયે રે લોલ,
જેમ હેય જ્ઞાન વિશાલ મને હારી રે. એક [ત્યારબાદ જ્યવયરાય-અરિહંત ચેઈઆણું-અન્નત્ય કહી એક નવકારને કાઉસગ્ગ કરી પારી-નમેહંત કહી સ્તુતિ કહેવી ]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com