________________
એંસી જન પ્રથલ છે, ઉંચપણે છવ્વીશ; મહિમાએ મોટે ગિરિ, મહાગિરિ નામ નમીશ.
સિદ્ધાચલ૦ ૧૪ (૬) ગણધર ગુણવતા મુનિ, વિશ્વમાંહે વંદનિક. જે હવે તેહ સંયમી, વિમલાચલે પૂજનિક. ૧૫ વિપ્રલેક વિષધર સમા, દુઃખીયા ભૂતલ માન;
વ્યલિંગી કણ ક્ષેત્ર સમ, મુનિવર છીપ સમાન. ૧૬ શ્રાવક મેઘ સમા કહ્યા, કરતા પુણ્યનું કામ; પુણ્યની રાશિ વધે ઘણી, તિણે પુણ્યરાશિ નામ.
સિદ્ધાચલ૦ ૧૭ સંયમધર મુનિવર ઘણા, તપ તપતા એક ધ્યાન; કર્મ વિગ પામીયા, કેવલ લક્ષ્મી નિધાન, ૧૮ લાખ એકાણું શિવ વર્યા. નારદશું અણગાર, નામ ન તિણે આઠમું, શ્રીપદગિરિ નિરધાર.
સિદ્ધાચલ૦ ૧૯ (૮) શ્રી સીમંધર સ્વામીએ એ ગિરિ મહિમા વિલાસ, ઈદ્રની આગે વર્ણ, તિણે એ ઈદ્રપ્રકાશ
સિદ્ધાચલ૦ ૨૦ (૯) દશ કેટી અણુવ્રતધર, ભક્ત જમાડે સાર, જૈન તીર્થ યાત્રા કરે, લાભતણે નહીં પાર. ૨૧ તેહ થકી સિદ્ધાચલે, એક મુનિને દાન; દેતાં લાભ ઘણો હવે, મહાતીરથ અભિમાન.
સિદ્ધાચલ, રર (૧૦)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com