________________
૧૩૮
(૭) હંમેશાં નવ સાથીઓ તથા નવ ફળ તથા નવ નૈવદ્ય
મૂકવા.
(૮) ‘શ્રી શત્રુ ંજયતી આરાધના કરેમિ કાઉસ્સગ્ગ કહી નવ લેગસ્સના કાઉસગ્ગ દરવાજ કરવે. (૯) હુંમેશા યથાશક્તિ અષ્ટપ્રકારી પૂજા કરવી. (૧૦) એક વખત ૧૦૮ લાગસ્સના કાઉસ્સગ્ગ કરવા.
(૧૧) શક્તિ હોય તેા ચવારા છઠ્ઠું કરીને સાત જાત્રા કરવી. (સાત જાત્રા કરનાર ત્રીજા ભવે માક્ષે જાય છે.) પુંડરીકજીનું ધ્યાન કરવું, ઘેટીની પાગે, રેહી-શાળાની પાગે, અને શત્રુંજી નદીની પાગેથી એકવાર તે અવશ્ય જાત્રા કરવી તથા બાર ગાઉ, છ ગાઉ ને દોઢ ગાઉની પ્રદક્ષિણા કરવી. આ રીતે બધી મળી કુલ ૧૦૮ જાત્રા કરવી.
(૧૨) નવ વખત નવટુકનાં દર્શન કરવાં, નવટુકમાં દરેક ટુંકના મૂલતાયકની પાસે ચૈત્યવંદન કરવું.
(૧૩) એકવાર ગિરિરાજની પૂજા (તળાટીથી માંડીને રામપાળની મારી સુધી જે જે પગલાં, પ્રતિમાજીએ છે, તેની પૂજા કરવી, ડુંગર પૂજા કરવી, ધાવરાવવા. જેથી કાંઇ આશાતના થઇ હાય તા તેનું નિવારણ થઈ જાય.
(૧૪) દરરાજ નવ ખમાસમણાં આ રીતે દુહા ખેલીને
દેવાં.
સિદ્ધાચલ સમરું સદા, સારઠ દેશ માઝાર, મનુષ્ય જન્મ પામી કરી, વંદુ વાર હજાર; સારઠ દેશમાં સ'ચર્ચો, ન ચઢયો ગઢગિરનાર; શેત્રુંજી નદી નાહ્યો નહિ; એને એળે ગયેા અવતાર ૨.
૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com