________________
૧૩૬ સર્જાવ્યું છે. શત્રુંજયની દસ ટૂંકમાં અર્ધભાગની તો અમદાવાદના જ શ્રીમતેએ વસાવી છે.
શ્રી. શાતીદાસ શેઠને હીજરી સન ૧૯૭૦ના રજબ માસની ૧૦ મી તારીખે ઔરંગજેબ પાસેથી એક ફરમાન મળ્યું. એમાં શ્રી. શાન્તીદાસની કદરદાની કરવામાં આવી હતી. અને તે માટે શત્રુંજય, જુનાગઢ નજીક ગિરનાર અને શિરેહી રાજન આબુ એમ ત્રણે પહાડ ભેટ આપવામાં આવ્યા હતા. પર્વત પર થતા ઘાસચારા, સાગ, બળતણ પણ શ્રાવક કેમને અપર્ણ કરવામાં આવ્યાં હતાં. આ ફરમાનમાં અમલદારેને તેના અમલ માટે ખાસ તાકીદ કરવામાં આવી હતી. અન્ય રાજાએ શ્રી. શદાસને સંતાપે નહિ બલ્ક તેમને સહાયભૂત થઈને પિતાની કૃપા મેળવે તેની ખાસ નોંધ પણ છે. ઉપરાંત તે વખતે દર વર્ષે જમીન જાગીરની સનદ તાજી કરાવવી પડતી હતી તે નહિ કરવાને પણ તેમાં ઉલ્લેખ છે. છેવટે ફરમાનમાં લખ્યું છે કે, જે કઈ પ્રાંત અને પહાડ અમે (શ્રી. શાન્તીદાસને) સેપે. છે તે માટે કઈ દાવો કે આક્રમણ કરશે તે તે લોકોની બદદુઆ અને અલ્લાહની લ્યનતને પાત્ર ઠરશે”
( ગુજરાત સમાચાર માંથી )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com