________________
શાસન નાયક, ચરમ તીર્થાધિપતિ પ્રભુ મહાવીરસ્વામી ભગવાને કંઠ વિવર વડે સોળ પ્રહરની દેશના આપી અનેક જીવને શાશ્વત સુખના રસીયા બનાવ્યા. તે કંઠ પ્રદેશની સાતમાં અંગમાં પૂજા કરાય છે.
( આઠમું અંગ હૃદયની પૂજા
હૃદય કમળ ઉપશમ બળે, બાલ્યા રાગને રોષ, હિમ દહે વન ખંડને હદય તિલક સંતેષ ૮,
હદય કમળ નામના આઠમા અંગમાં ક્ષમા–સમતા ઉપશમ ગુણ ધારણ કરી, પ્રભુએ રાગ અને રેષ જેવા મહાન દુર્જય શત્રુઓને જીતી લીધા. તેથી આઠમા. અંગમાં હૃદયની પૂજા કરાય છે.
નવમું અંગ નાભિની પૂજા.
રત્નત્રયી ગુણ ઉજળી, સકળ સુગુણ વિશ્રામ, નાભિકમળની પૂજના, કરતાં અવિચળ ધામ ૯
સઘળાએ ગુણોનું સ્થાન, ત્રણ રત્ન (જ્ઞાન-દર્શનચારિત્ર) થી ઉજજવલ એવા નાભિકમળની પૂજાથી, પૂજક અવિચળ (નિશ્ચળ ધામ- મોક્ષ) સ્થાનને પામે છે.
હવે એકી સાથે નવે અંગની પૂજાને હેતુ બતાવે છે. ઉપદેશક નવ તત્વના, તિણે નવ અંગ જિગુંદ, પૂજે બહુ વિધ રાશું, કહે શુભ વીર મુણિંદ, ૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com