________________
આત્માને સ્વભાવ ઉચે જવા છતાં કમ સેગમાં કોડાએલા આત્માઓ નીચે પણ ઉતરી જાય છે. પરંતુ મેથી રહિત થએલા આત્માઓને તો ઊંચા જવાનું હોય છે. એટલે કર્મ રહિત આત્માને સાદિ અનંત ભાંગે એકજ સ્થિતિમાં ત્યાં જ રહે છે આ પ્રમાણે સિદ્ધ શિલા ઉપર સ્વસ્વશ્યમાં સાચા અનંત સુખને આસ્વાદ અનુભવતા સિદ્ધાભાઓ લેકારો રહેલા છે. જેથી શરીરના અગ્રભાગે રહેલા શિર-શિખા (પંચમ અંગ)ની પૂજા કરાય છે.
છછું અંગ ભાલની પૂજા તીર્થંકર પદ પુણ્યથી, ત્રિભુવન જન સેવંત, ત્રિભુવન તિલક સમ પ્રભુ, ભાલ તિલક જયવંત ..
છેલ્લા ત્રીજા ભવમાં સર્વ જીવેને શાસન રસિક બનાવવાની અપૂર્વ ભાવનાથી જિનનામકર્મની નિકાચના કરી, સ્વર્ગાદિને એક ભવ કરી, જેઓ તીર્થંકરપણે અવતરી, સમવસરણની મધ્યે રચેલા મણિ જડીત સુવર્ણના સિંહાસન પર વિરાજમાન થઈ ચેત્રીશ અતિશયવંતા પ્રભુ પાંત્રીશ ગુણ યુક્ત વાણી વડે અનેક ભવ્ય જીવને તારવાથી ત્રણ ભુવનના તિલકસમ થયા. જેથી છઠ્ઠા અંગમાં શિખા પૂજાય છે.
સાતમું અંગ કંઠ (ગળા)ની પૂજા સેળ પહોર પ્રભુ દેશના, કંઠે વિવર વર્તુલ; મધુર ધ્વની સુર નર સુણે, તિણે ગળે તિલક અમુલ. ૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com