SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ પેરિસ વરસાઈલ અને ખાસ કરીને ગાલીચાનું કામ ખાસ જોવા લાયક છે. નેશનલ લાઈબ્રેરીમાં છત્રીસ લાખ પુસ્તકો છે અને આખી દુનિયામાં તે સર્વથી મેટી લાઈબ્રેરી કહેવાય છે. “ઓપેરાહાઉસ સરકાર તરફથી ચાલે છે. એક વખત જરૂર જોવા લાયક છે. શહેરની વચ્ચે આવેલું છે. એ ત્રણ એકર જગ્યા રેકે છે. એને બાંધવામાં ૫૦ લાખ ફાંક ખરચાયા છે અને દુનિયાની મોટી નાટકશાળા ગણાય છે. પેલે ડી જસ્ટીસ અને કેન્સ્ટન્ચેરી”. ન્યાયમંદિર. પશ્ચિમે આવેલ છે. બહુ વિશાળ જગ્યા છે. સમય હોય તે એકવાર જોવા લાયક છે. તેની નીચે કેભ્યર્યરી છે, તેમાં કેદખાનું છે. એમાં ઘણું મોટા માણસોને અગાઉ કેદ કરવામાં આવેલા તેથી એ બહુ સુવિખ્યાત સ્થાન છે. પેથી અન” (Pantheon). અગાઉ એ સેંટ જેનીવાવનું દેવળ હતું. અત્યારે અહીં મેટા માણસોને દાટવામાં આવે છે. એ બુલવાઈ સેંટ માઈકલની નજીક લક્ષેમબર્ગ ગાઈન્સ પાસે છે. ત્યાં હયુગે, વેલટેઇર વિગેરેને દાટેલા છે. પેરિસથી પચીસ માઈલ દૂર “વરસાઈલને મહેલ છે. એ શહેનશાહનું સ્થાન છે. ત્યાં છેલ્લા મહાવિગ્રહની સંધિના કેલકરારપર સહીઓ થઈ. ફ્રાન્સની પાર્લામેન્ટ ત્યાં બેસે છે. તેમાં ૧૫૦ એકર જમીનમાં જે બાગ છે અને તેમાં જે ફુવારાઓ છે તેની જોડ આખી દુનિયામાં જોવામાં આવે એમ નથી. સેંકડો ફુવારા જુદી જુદી રીતે ઉડે છે અને તેમની કાગિરી જોઈને આશ્ચર્ય થાય તેવું છે. બગિચે પણ ઘણે માને છે અને આખે દેખાવ આંખને કંડક આપે તેવે છે. રાત્રીએ અંદરના ભાગના ફુવારામાંથી રંગીત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034820
Book TitleEuropena Sansmarano
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy