SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ પિરિસ . પ્રકીર્ણ વસ્તુઓ વિગતવાર બતાવતે જાય છે. ગાડીમાં ૨૪ માણસ બેસે છે. બપોરે લગભગ એક વાગે પાછા અસલ જગ્યાએ લાવે છે અને વળી પાછી તેની સાથેની રખડપટ્ટી બપોરના બેથી સાંજના છ વાગ્યા સુધી ચાલે છે. આમાં પૈસાને ખરચ ઓછો થાય છે અને જ્ઞાન ઘણું મળે છે. મસકુક જેવી બીજી સેંકડે એજન્સીઓ પેરિસમાં આ કાર્ય કરે છે. ભાષા જુદી જુદી હોય છે. આપણે ખાસ ટેકસી કરીએ તે કરતાં આમાં ખરચ ઘણે ઓછો આવે છે અને પૂરતી સગવડ જળવાય છે. ખેરાકાદિ. ખાવાની બાબતમાં પેરિસમાં પૂરતી સગવડ છે. જ્યાં જઈએ ત્યાં જેવું જોઈએ તેવું ખાવાનું મળે છે. વેજીટેરીઅને જરા પણ વાંધો આવતો નથી. ભાષા ન આવડે તેની અગવડ થોમસ કુકવાળ દૂર કરે છે અને આપણે વેજીટેરીઅન છીએ એટલું કહેવાથી ખાવાનું શુદ્ધ મળે છે. અહીં સા” નામની રોટલી આવે છે તે સારી હેય છે. બટર, ક્રીમ, શાક અને ફુટસ ઘણું ચેકખા અને સસતા મળે છે અને પીવામાં કેરી, ચેલેટ (કોકો) અને ચા જ્યાં જોઈએ ત્યાં પૂરતી સ્વચ્છતા સાથે મળે છે. અહીં તરસ લાગે ત્યારે ઓરેંજાડ (નાગીને રસ) પીવાને પ્રચાર ઘણે છે, તેમજ ચોખા ખનીજનાં પાણી mineral waters વીટલનાં, વીચીનાં, એવીઓનાં અને બીજાં બહુ ઓછે ભાવે મળે છે. ખાવાની અગવડ કાંઈ પડતી નથી. અહીંનાં હવાપાણ સારાં હોવાથી ખાવાનું પચી જાય છે. અહીં પષ્ટિક ખોરાક વધારે ખાવાની જરૂર રહે છે, નહિ તે શરદી સામે ટકી ન શકાય અને ક્ષયરોગ લાગુ પડી જાય છે. બટર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034820
Book TitleEuropena Sansmarano
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy