________________
યુવાનો સામર મેળે નંબર વાર ઊભા રહે અને પૈસા આપી ટીકીટ લઈ ચાલતા થાય. પૈસા બેંકમાંથી લેવા હેય તે પણ હારબંધ ઊભા રહે. ઉતાવળ દરેકને હોય પણ અગાઉ આવનારને કણ ભરાવી આગળ જવાની વાત જ નહિ. રેલવે સ્ટેશને ટીકીટ લેવામાં પણ એમ જ અને નાટક કે જોવાની જાહેર જગ્યાએ પણ એમજ. ત્યાં પોલીસને ઊભો રાખવોજ પડતું નથી કારણ કે પ્રત્યેક માણસ પોતાની ફરજ અને બીજાના હક્ક સમજે છે. આ જાતનું શિક્ષણ પેરિસના રહેવાશીઓને નાનપણથી જ મળે છે એમ મને કહેવામાં આવ્યું છે.
જેવાનાં સ્થાને. પેરિસમાં લેવાની વસ્તુઓનાં તે નામ લખવાં પણ મુશ્કેલ છે. પેરિસ શહેરની ગાઈડે ઘણું આવે છે, નકશા પણ તેટલા જ. આપણે માટે “લીમેલ'ની ગાઈડબુક સારી છે. “મસકુક વાળાની નાની ગાઇડબુક આવે છે તે મફત મળે છે.
કુકની જોવાની ગોઠવણ જેવા જવા માટે થોમસ મુકવાળા Itinerary ગોઠવે છે. દર સવારે નવ વાગે તેમની ઓફીસે જવું. ત્યાંથી એક મેટી બસ ગાડી ચાલે છે. એને “સારાબેન્ક કહે છે. તેમાં એક ગાઈડ (દર્શક-ભોમીઓ) હોય છે. એ બધું અંગરેજીમાં સમજાવે છે અને જોવાનું હોય તે બતાવે છે. એક દિવસમાં અગત્યનું જ જેવું હોય તે તેમ જોવાય છે. બીજી ત્રણ દિવસની ફરવાની “રખડપટ્ટી ગોઠવેલ છે. એ ઉપરાંત વરસાંઈ અને ફોન્ટના એક એક દિવસ જવાનું છે. લડાઇના ક્ષેત્રમાં જવાનું હોય તે ત્રણ દિવસ બીજા થાય છે. થોમસકુકના ગાઈડ ઘણા હશિયાર હોય છે. ઇતિહાસ અને ભૂગોળનું તેમનું જ્ઞાન ઘણું ઊંડું હોય છે અને તે ભાષણ કરતે જાય છે અને મકાને તેમજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com