________________
સફર સ્ટીમર રાજપુતાના
૪૧ હતા અને જાણે મોટા સરોવરમાં સ્ટીમર ચાલી જતી હોય તેવું લાગતું હતું. ચોતરફ આનંદ દેખાતું હતું અને માત્ર દરિયાને અવાજ અને ઉતારૂઓને સારા પિોશાકમાં સજજ થઈને ડેક ઉપર ફરવાનું બાદ કરીએ તે આખી દુનિયા શાંત દેખાતી હતી. દૂરના પ્રદેશમાં “ગલ નામના પક્ષીઓ ઉડતા હતા તે પણ સારા દેખાતા હતા.
ડેક ઉપર ફરવામાં ઘણી મોજ આવે તેવું છે. ચારે બાજુ સારા પિશાકમાં સજ્જ થયેલ સાહેબ, મામે, રાજાઓ, ઇડીયને અને સર્વ ફરતા હોય છે અને કેટલાક કચેર પર પડ્યા હોય છે, કોઈ વાંચતા હોય છે, કેઈ ઉંધતા હોય છે, કોઈ નકામી અથવા કામની વાતો કરી રહ્યા હોય છે અને દરિયાની વિશાળતા પર નજર માંડી બેઠા હોય છે. બાજુમાં રમતો ચાલ્યા કરે છે, મ્યુઝીક હેલમાં કેટલાક કાગળ લખે છે અને બાજુમાં પીયાને વાલીન ચાલે છે.
બુરે ઓફીસમાં નેટિસ હતી કે આવતી કાલે લગભગ ૪ વાગ્યે બપોરે એડન પહોંચવાનું થશે. ભય વખતનાં સાધને.
આગ થાય ત્યારે કેમ વર્તવું તે સંબંધી સઘળા પેસેંજરની બરે પેરેડ હતી. દરેક પેસેંજર, ટુઅર્ડ અને માલમ માટે લાઈફ જેકેટ રાખેલા હોય છે. દરેકના રૂમમાં તે તૈયાર જ પડેલા હોય છે. તે કેમ પહેરવા તેની સૂચના આપેલી હોય છે. એ લાઈફ જેકેટમાં આગળ પાછળ બે બે બોયા હોય છે અને ઉપરથી ગળામાં પહેરી નખાય છે. પહેરીને દરિયામાં પડે તે કદિ ડૂબી શકતો નથી, માત્ર ઠંડી કે માછલીથી મરી જાય તે જૂદી વાત છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com