________________
યુરેપનાં કેટલાંક સંસ્મરણે
સ્ટીમર “રાજપુતાના”
--
-
સકરની શરૂઆત. (તા. ૮-૫-૧૯૨૬).
ભાવનગરમાં, મુંબઈમાં અને સાંતાક્રુઝમાં અનેક પાર્ટીઓને લાભ લઈ, અનેક પ્રેમાળ મિત્રો તરફથી સફળ સફર ઇચ્છા બતાવનાર હારતુરા લઈ, આજે બાર વાગે સ્ટીમર પર ચો. સ્નેહીને છોડતાં જે ગ્લાનિ થાય તે બહુ થોડે વખત રહી. નવું જેવા જાણવાના ઉત્સાહમાં, અને જીવનનું કઈ નવીન પૃષ્ટ જરૂર ઉઘડશે એવી આશામાં એ ગ્લાનિ દૂર થઈ
સ્ટીમર ઉપર ૧૨ વાગે ચડ્યો. ત્યાં અનેક સંબંધીઓ ઉપર આવવા શક્તિમાન થયા હતા. તેઓને કેબીન બતાવ્યા પછી સર્વે ઘંટ વાગતાં ઉપરના ડેક પર આવ્યા.
બીજે ધંટ અને સીસોટિ વાગ્યા. સર્વે ઉતરવા લાગ્યા. તેમના અનેક પ્રેમદગાર સાંભળ્યા, બેધ્યા. અનેક માયાળુ પરિજન સ્વજનના શુભ આશીર્વાદ વચ્ચે સ્ટીમર ચાલી, ત્યાં તે પ્રેમેગારને પાર રહ્યો નહિ. છ સાત મીનિટ સુધી દષ્ટિપથમાં સર્વ રહ્યા ત્યાં સુધી આ ક્રિયા ચાલી. આખરે સ્ટીમર ઉપડી અને અમે સર્વથી છૂટા પડયા. માત્ર પ્રેમ અને રહના ઉદ્દગારોના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com