________________
૩૦
યુરેપનાં મરણ
નવું જેવા જાણવાનું એટલું હોય છે કે જરા અગવડ પડે તે પણ રસ વધારે પડે છે અને હંમેશાં એ ખ્યાલમાં રાખવું કે આપણું થરમાં જેવી સગવડ હોય તેવી તે સર્વત્ર મળી શકતી નથી; છતાં સરખામણમાં ખરચ કરવાથી યુરોપમાં ઘણું સગવડ થઈ શકે છે એ વાત લક્ષમાં રાખવી અને કાંઈક ચલાવી લેતા શીખી જવું. આટલી નાની વાત ધ્યાનમાં રહેશે તે મુસાફરીને રસ લઈ શકાશે અને થાક નામ પણ લાગશે નહિ. બાકી સર્વ વાતને આધાર પોતાની શક્તિ, આગળ વધવાની હિંમત, અને માર્ગ ન હોય ત્યાં પણ માર્ગ કરવાની છુપી શક્તિ પર રહે છે. લીલા ઝાડ નીચે ભૂખે મરે તેવા માણસો મુસાફરી કરી શકે છે પણ એને ગણગણાટ ઘણે કરવો પડે છે. જ્યારે રાતદિવસ નહિ ગણનારા, સર્વ સોગમાં મજા માણનાર અને વિષમ સ્થિતિમાં માર્ગ કરનાર બહુ રસ જમાવી શકે છે, અને અન્યને પ્રેરણારૂપ બને છે.
એક વાત ખાસ લક્ષમાં રાખવાની છે, અને તેનું પુસ્તકમાં પણું પુનરાવર્તન થવા સંભવ છે, અને તે એ છે કે સહાનુભૂતિ અને પ્રેમથી પાશ્ચાત્ય સંસ્થાઓ અને આદર્શો નીહાળતાં તેમાંથી આપણને જેવા શીખવાનું ઘણું મળે તેમ છે. એમાંનું આદરણીય તત્ત્વ કેટલું છે તે ૫ર ૫છી વિચાર કરવાને અવકાશ લે પણ બારિક અવલોકન કરવાની તક મળે તો તેમાં એતિહાસિક અને વ્યાવહારિક નજરે જરૂર ઉતરવા જેવું છે. આ વાત દરેક વાંચનારા લક્ષમાં રાખશે એવી આશા છે.
મિ. ગિ. મ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com