________________
૩૭૮
યુરેપનાં સંસ્મરણે
જર્મની
રસ્તાઓ સફાઈદાર છે. જર્મનીમાં ઘણા રસ્તાઓ પથ્થરના ગોઠવેલા છે. મેટી ઈટ જેવા પથ્થરો ગોઠવેલા એટલે એ રસ્તાઓને સમારકામ વારંવાર કરવું ન પડે, બાકી કોલસાના ટારના રસ્તા જેવા એ સુંવાળા રસ્તા નહિ. કેટલાક માટે રસ્તા ટારના પણ હોય છે. કલનમાં ચાર માઈલને એક બુવાં આવે છે, તે બહુ મજાને લાગે છે. બન્ને બાજુએ ઝાડે મજાનાં લાગે છે, ઓગસ્ટની આખર આવી એટલે પાંદડાં પીળાં પડવા લાગ્યાં છે. થોડા દિવસ પછી માત્ર ટૂંઠાંજ રહેશે. યુરોપમાં ઉન્ડાળામાં મજા છે. શિયાળામાં ઠંડી એવી પડે કે વાત નહિ. તેમાં જેમ પૂર્વ તરફ જઈએ તેમ ઠંડી વધારે એટલે ફ્રાન્સ કરતાં શિયાળામાં જર્મની વધારે ઠંડું થાય છે.
કોલનનું જબરજસ્ત કેથીડ્રલ ફરીવાર જોયું. એ દેવળ પણ એકવાર જોવાલાયક છે. એના બાજુના શિખર અને બહારનો દેખાવ ભવ્ય દરવાજા અને મંડપની વિશાળતા ખાસ આકર્ષક છે. ઈટાલિ ન ગયા હોય તેને તે એ આશ્ચર્યમાં નાખે તેવું છે. એની સામે ચિત્રો મળે છે. એ સ્ટેશન ઉપરજ છે.
કલેનને જોઈ બરાબર ૧૨-૧૫ વખતસર સ્ટેશને આવ્યું. પિર્ટર સામાન કલેક રૂમમાંથી લઈ પ્લાટફોર્મ ઉપર હાજર હતે. ટ્રેન આવી તેમાં બેસી ગયો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com