________________
બલિન
પ્રવાલગ્રહની વિશિષ્ટતા
૩૫૩
- ૭, પ્રવાલગ-Shell room–પિટ્ટસડામની આ ખાસ નવીનતા છે. એની ભીંત ઉપર છીપલી છીપલાં Mother of pearls એવી રીતે ગોઠવ્યાં છે કે એનું વર્ણન કરવું અશક્ય છે. એ રૂમમાં ચાલતા ફુવારા આરસના છે, બાકી બધે છીપલીઓ છે, પણ એની ગોઠવણ અજાયબીમાં નાખે તેવી છે. પૂરી લાઈટ થઈ હોય ત્યારે એ દેવભુવન જેવું લાગે છે. એની ભીતિ અને છત ઉપર પણ કારીગરીથી છીપ ગોઠવી છે. એ રૂમમાં દશેક મીનિટ ઊભા રહી જોવા જેવું છે. એનું વર્ણન કરવું તે અશક્ય છે પણ પીકચર જોવાથી કાંઈ ખ્યાલ આવશે. રૂમ ઘણે મોટો છે.
૮. આતિથ્યગૃહ-Reception room– સારું છે. એમાં તુર્કસ્થાનના સુલતાનને કેદ કર્યાનું ભવ્ય ચિત્ર છે તે ખાસ જોવા જેવું છે. બીજા ઘણું ચિત્રો છે.
છે. આતિથ્યગ્રહ–Reception room-એમાં પેઈન્ટીંગ ઘણું સારાં છે.
૧૦. મખમલગ-Velvet room–એમાં ટેસ્ટ્રિી (પડદા) આખી મલમલની છે.
૧૧. સંગીતગ્રહ-Music room-ના. ૩ પ્રમાણે. એમાં પીઆને સુંદર છે.
૧૨. Saloon-અજબ છે. “Gorgeous” એવો શબ્દ મુખમાંથી નીકળી પડે. એમાં સૂર્યનાં કિરણો દેખાવ છે. એની ફરસબંદી ઘણું સુંદર છે. એમાં કુલ કામ Mosaic નું કરેલું છે. ફરનીચર બધું જોવાલાયક છે અને ફાયરપ્લેસ (અગ્નિસ્થાન) અજબ છે. આ સર્વ વર્ણન નવા મહેલના નીચેના માળનું થયું.
૨૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com