________________
અલિન
ડામનું દેવળ
નદીએ
હેમ્બર્ગથી નાની સ્ટીમરમાં આવવું હોય તે। એ દ્વારા લિંન આવી શકાય છે અને માત્ર તે મોટા પ્રમાણમાં એ રીતે લાવવામાં આવે છે.
૩૩૫
અહીંનુ સ્ટાક એક્સચેંજ સાધારણ રીતે સારૂં છે. એ Bourse કહેવાય છે. એમાં કામકાજ દરરાજ ૧૨ થી ૨ વાગ્યા સુધીજ ચાલે છે. એ વાગે એ બંધ થઈ જાય છે. એ પણ સ્ત્રો નદીના કાંઠા નજીક છે.
ડામનુ દેવળ અંદર જઇને જોયું. રામનું સેટ પીટર અને મિલાનનુ ડામા જોયા પછી આમાં કાંઇ ખાસ વિશેષતા ન લાગી. છેલ્લા કૈસરે ( વીલીયમ ધી સેકન્ડે ) એ બંધાવેલું છે, એમાં બે હજાર માણસા માટે બેઠકે (સીટ્સ) છે, એમાં કૈસર અને તેના કુટુંબને બેસવા માટે પચીશ ફીટ ઊંચી ગેલેરી છે અને એના ખાસ ઉમરાવાને બેસવા નજીકમાં સહજ નીચી ગેલેરી છે. એ કૈસરની ગેલેરી પર જવાના ધણા સુંદર દાદર તદ્દન આરસના છે અને ઉપર પોર્ટીકામાં બાઇબલમાંની વાતાનાં બહુ સુંદર ચિત્રા કરાવ્યાં છે. આ પાંચે પેઇન્ટીંગા બહુ જોવા લાયક હતાં.
દેવળમાં અંદરના ભાગમાં માર્ટીન લ્યુથરનું સુંદર આવલું છે. સાથે કાલ્વીન અને બીજા એ રિફાર્માનાં-સુધારકાનાં પુતળાં છે. બાજુમાં Love પ્રેમ, Truth સત્ય અને Hope આશા-નાં બહુ સુંદર આરસનાં પુતળાં છે. એનાં ચિત્રા મેળવવા પ્રયત્ન કર્યો પણ મળ્યાં નહિ. ધણાંજ જોવા લાયક અને પ્રત્યેક ભાવ બહુ સારી રીતે ઘટાવેલાં છે. આશાને જોઇએ તેા તેના ઉપર આશા દેખાઈ આવે. અને પ્રેમ ખરાખર પ્રેમ બતાવે. આ મંદિર ઇટાલીઅન સ્ટાલપર બાંધેલું છે. એની બાજુમાં વીલ્હેમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com