________________
રેમ
કેટેબ
૩૧૧
લાઈબ્રેરી, વિગેરે આનંદનાં અનેક સાધને ઉપજાવ્યાં હતાં. અત્યારે એ સ્થાન જ જોવાય છે. પૂતળાને નાશ થઈ ગયો છે. સેંટ સેચીઅન ગૃહ.
ત્યાંથી Arch of Drusus, જેને હાલ st. sebastian's Gate કહેવામાં આવે છે તે જોયું. આગળ ચાલતાં, Ouo Vadis ચર્ચમાં ક્રાઇસ્ટનાં પગલાં જોયાં; જેવાં આપણે ત્યાં પગલાં હોય છે તેવાંજ. સેંટ પીટરને અહીં પકડે એમ કહેવાય છે. દેવળ સાધારણ છે. કેટકેબ,
પછી Catacombe જોયું. કેટેમ્બઓફ સેંટ કેલીકસ્ટસ (Calixtus)માં ગયા. ત્યાં અમને ત્રણ લીરા લઈને હાથમાં મીણબત્તીઓ આપી. મીણબત્તી સળગાવી અંદર ગયા. જમીનની અંદર આ જગા કેરી કાઢી છે. એ રેમની બાજુમાં છે. પ્રથમ એક ઇંટનું નાનું ઘર આવે છે. પછી અંદર ઉતરીએ એટલે કેટલુંક ચાલવાનું આવે છે. નવાઈ જેવી રીતે જમીનની અંદર આ દાટવાની જગ્યા બનાવી છે. આ વખત સેંકડો લોકો હાથમાં મીણબત્તી લઈ નાના રસ્તામાં ચાલે છે. એક પાદરી રસ્તે બતાવે છે. પછી તે ઊભો રહી ભાષણ કરે છે. કોઈ જગ્યાએ હાડકાં પડેલાં છે, કઈ ભીંતમાં જૂના વખતના ઘંટ વિગેરેનાં ચિત્ર છે. આખી એક ફુટ લાંબી અને પાતળી બત્તા હતી તે પૂરી થઈ એટલે વખત જમીનમાં ફર્યા. આમાં કેટલાક પાદરીઓ, અસલ, ધર્મને માટે મરણ પામેલા એમ કહેવાય છે. આને One of those early christian subterranean
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com