________________
૨૪૦
યુરેપનાં સંસ્મરણે
સ્વીટઝરલાંડ
હોટેલમાં અંગ્રેજી જાણનારા ઘણું હોય છે એટલે કોઈ પ્રકારની અગવડ આવતી નથી. આવતી કાલે રિત્રિ પર્વત પર જવાનું હતું. ઉધાડ નીકળે તે સારું એમ ઈચ્છતા સુઈ ગયા.
યુસર્સ શહેર ઘણું સારું છે; બર્ન, બેસલ પછી સ્વીટઝરકાંડમાં ઠીક અગત્યનું ગણાય છે; દુકાનમાં ઘણું ચીજો મળી શકે છે; સ્વીટઝરલાંના બરાબર મધ્યમાં આવેલું છે એટલે એને સ્વસ પ્રદેશનાં હૃદયનું સ્થાન આપવામાં આવે છે. એ શહેર પુરાણું છે અને પશ્ચિમે અને જેટલી જ અગત્ય તે ધરાવે છે. મારાથી ઝુરીચ કે બને સમયસકોચને કારણે જઈ શકાય તેમ હતું નહિ તેથી મુખ્ય શહેરોમાં જીનેવ અને લ્યુસર્મથી જ સંતોષ માનવાને હતે.
પણ ગઈ રાતની ધારણા સાચી ન પડી. સવારે ઉઠયા ત્યારે વરસાદ ચાલુ હતા, પણ રહી જશે એવી આશાએ અને જોવાની લાલચે સાહસ કર્યું. ટાઈમ ટેબલ પ્રમાણે અમારે ૧૦-૪૩ સવારે સ્ટીમરમાં બેસી રિગિ ડુંગર જોવા જવાનું હતું.
એ ડુંગર પર જવા માટે પ્રથમ વીરવાડ સ્ટેટર સી Vierwaldstatter. See 24491 es 211 Hrizi and જવાનું હોય છે. મેટી ગાલીઆ Gallia નામની સ્ટીમર હાજર હતી તેમાં કોઠેથી બેઠા. પેસેંજર ત્રણ હશે. આટલા બધા પેસેંજર સાથે છે એટલે સહુ ઠીક થઈ રહેશે એમ ધાર્યું. સ્ટીમર, વખતસર ઉપડી. એ સરોવર ૨૨ માઇલ લાંબું છે. ગઇ કાલે બપોરે જે સરોવર્સ કાંઠે મેટરમાં ફર્યા હતા તેની અંદર આજ સ્ટીમરમાં ચાલ્યા. સીબર્ગનું બંદર-સ્ટેશન પ્રથમ આવ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com