________________
નેવ સેટેલમાંથી ય પછી તેમાંથી Rhone રન નદી દક્ષિણ તરફ વહે છે. રેલવેમાંથી જે નદીનાં જળ પૂરજોસમાં વહેતાં દેખાતાં હતાં તે આ ૨હેન નદીજ હતી એમ જીનેવ આવ્યા પછી ખબર પડી. આખા સરોવરને કિનારે બીઓ મૂકીને અને સુંદર કિનારે બાંધીને સુશોભિત કર્યું છે. એને છેડે જ્યાં નદી શરૂ થાય છે ત્યાંથી તેના ઉપર પુલ બાંધી દીધું છે અને તે ઉપર થઈને નેવ શહેરમાં જવાય છે. હેટેલે ઘણીખરી આ બાજુએ આવેલી છે જ્યારે શહેર સામી બાજુએ છે.
આ હોટેલમાં ચાર માળ છે, લીફટ છે અને માટે જમવાને ઓરડે છે. અમને ૫૬-૫૮ નંબરના બે ઘણા વિશાળ ખડે મળ્યા હતા. રૂમમાં બે ટેબલ, કબાટ, સુંદર પલંગ, ટૂંક મૂકવાની ચારપાઈ, ખુરશીઓ વિગેરે ઘણું ઊંચી જાતનું ફરનીચર હતું અને ત્રણ વીજળીની લાઈટ હતી.
જીનેવમાં સવારે કુકની સહેલગાહમાં દાખલ થયા. સ્વીટઝરલાંડમાં નાણાનું ચલણ ફાંકનું છે. સ્વીટઝરલાંડના ફાંક એક પાઉન્ડ (ઈંગ્લીશ સ્ટરલીંગ) ના પચીશ મળે છે એટલે એક શિલીંગનો સ્વીસ સવા ફ્રાન્ક થશે. અહીંના ચલણમાં મેટી વધઘટ નથી. પેરિસમાં જેવી દરેજ વધઘટ થતી હતી એવું અહીં કશું નથી. અમે પહેલીવાર ફ્રાન્સમાં ગયા ત્યારે એક પાઉન્ડના ફ્રાન્ક ૧૪૫ ને ભાવ હતા અને બીજીવાર ૨૭૭ થઈ ર૨૪ રહ્યા હતા. તેવી કોઈ ગડબડ અહીં નથી. કુકની સવારની સહેલની ફી ૧૦ સ્વીસ ફક હતી.
મેટી ગાડીમાં બેસી શહેર જેવા નીકળ્યા. જીનેવ અથવા જીનીવ અથવા જીનીવા ઘણું સ્વચ્છ શહેર છે. એમાં કઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com