________________
લંડન
કીટાફ
૧૭
થી છ વાગ્યા સુધી “મેટીની” હેય છે. તેમાં જઈએ તે પણ રાત જેવું જ લાગે છે. x2101 (Cenotaph). | હેમ ઓફિસની બરાબર સામે, પિવિ કાઉન્સીલની પછવાડે, વેસ્ટમિન્સ્ટરની નજીક વીરપૂજાનું આ ઉત્તમ દશ્ય છે. આખા રસ્તાની બરાબર વચ્ચે એક તદન સાદ સ્મરણસ્તંભ કર્યો છે, મથાળે કેફીન (Sarcophagus) ને આકાર છે અને છેલ્લા મહાન વિગ્રહના અજાણ્યા સિપાઈ (Unknown Soldier) ની એ યાદગીરિ છે. એના ઉપર દરરોજ સેંકડો પુષ્પહાર અને ગજરા ચઢે છે અને ગમે તે માણસ ગાડીમાં, મેટરમાં કે ચાલતાં એ રસ્તે નીકળે તે ત્યાં પિતાની હેટ (પી) ઉતારી, નમન કરી આગળ વધે છે. લડવા જતા ત્યારે માન મળતું, મરી ગયા તેને મળ્યા કરે છે. આ વીરપૂર ઘણી ધડે લેવા લાયક છે. એ મહા વિગ્રહના સ્મરણતંભનું સ્થાન પસંદ કરવામાં ઘણું ડહાપણ વાપર્યું છે. એ બહુ સુંદર અને જાણીતી જગ્યા છે. ૧૧ નવેંબર ૧૯૨૦ ને રોજ એને પંચમ જે ખુલ્લું મૂકેલ છે. આ કીટાફ જોતાં દેશ કઈ દિશા તરફ દોરવાય છે એને કેટલેક ખ્યાલ આવે છે. લંડન સંબંધી સામાન્ય.
અનેક બનાવોથી ભરપૂર, અનેક પ્રકારના લોકોથી વસાયલા અને મેટી ધમાલવાળા લંડન શહેરનું સંપૂર્ણ નિરીક્ષણ કરવા માટે નીચેની બાબતે લક્ષમાં રાખવા ગ્ય છે –
લંડનને જોવા માટે એન્ઝીબસને માથે બેસવાથી બહુ આનંદ આવે તેમ છે. એની બસમાં બેસી લંડનની વિશાળતા જરૂર જેવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com