________________
૧૯૨ યુરેપનાં સંસ્મરણે ઈંગ્લાંડ જરા પણ મચક આપતું નથી અને પિતાની કળાને ખાસ શેખીન હેય છે. એનાં નાટકોમાં Musical Comedy મુખ્ય ભાગ ભજવે છે. એનાં લગભગ ત્રીશ થીએટરે છે. એમાં વસ્તુસંકલના કરતાં શબ્દરચનાને મેહ, અને નાચ તથા ગાયનની વિશિષ્ટતા વધારે હોય છે. એના પ્રત્યેક નાચ મુગ્ધ કરે તેવા હોય છે અને સાથે સંગીતની લય તે અભુત હોય છે. એકટરને પ્રશંસાની તાળીઓ મળે ત્યારે ફક્ત આવીને નમન કરીને ચાલે જાય. વધારે તાળીઓ મળે તે બીજીવાર આવે પણ એકની એક ચીજ ફરીવાર ગાતે નથી.
સનેમાને અહીં પાક્યર્સ કહે છે. તેમાં વચ્ચે નાચ, જાદુ તથા બીજા સીનો પણ આવે છે. સીનેમા બપોરે ૧ વાગ્યાથી શરૂ થાય છે તે રાતના ૧૧ વાગ્યા સુધી ચાલુ રહે છે. અંદર આવ્યા પછી ગમે તેટલે વખત બેસે તેમાં વધે નહિ. પ્રોગ્રામ રા કલાકનું હોય છે. સીનેમાની ફીલમે બહુ સારી હોય છે. દરેક નાટકશાળામાં ખાવા પીવાની અને કુદરતી હાજતની પૂરતી સગવડ હોય છે.
નાટકોમાં છ પેની ખરચીએ તે પ્રોગ્રામ મળે છે. પણ તે નકામા હોય છે. ગાયનની બુક કે નાટકને ટુંક સાર મળતા નથી. નાટકમાં સીન સીનેરીવાળા નાટકો હોય તેમાં મજા ઘણું આવે છે. કેટલાંક સાદાં પણ હોય છે. સુરીલેન થીએટર એવું મોટું છે કે એક પાઠ ચાલતો હોય ત્યાં બાજુમાં બીજો સીન ગોઠવાઈ જાય અને એક પડદો પડતાં બીજો ઉચકાય ત્યાં તદન નેજ સીન હેય. તે નીચે વીજળીથી ચક્કર ફેરવી ન સીન રજુ કરે છે. કેટલાક નાટકે સેંકડે રાત સુધી એક સરખા ચાલે છે. બપોરે ૨-૧૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com