________________
એમ્બિર
કુકની સહેલગાહ
૧૭૩.
તાળ ચાલે છે તેથી ગાડીઓ ઘણી ઓછી છે અને વખત વધારે થાય છે તેથી કંઈ વાત ચોક્કસ નહિ એમ પ્રથમથી ખબર હતી. એડીઅરમાં તાર કરવા પૈસા આપેલા તે માણસે ગોટાળે કર્યો. તેણે તારઓફીસે તપાસ કરી તે તેને જણાવ્યું કે રવિવારે તાર પહોંચાડશે નહિ એટલે એણે તાર કર્યો જ નહિ. હું એડીબરે રાત્રે કા વાગે ઉતર્યો. ગાડી એક કલાક મેડી હતી. મેં મારા સ્નેહીને સ્ટેશને શેબે પણ કાંઈ પત્તે નહિ. તેને મેં પત્ર લખ્યો હતો, પણ તાર કરીશ એમ લખ્યું હતું એટલે તે સ્ટેશને આવેલ નહિ.
ટેકસીમાં સામાન મૂકી તેને મકાને ગયે. તે સ્ટેશનથી પાંચ માઈલ દૂર બંદર ઉપર Porto Bello માં રહેતા હતા એટલે ત્યાં ગયો. તે ઘેર હતા એટલે સુભાગે તેઓ મળ્યા. હવે રાત્રે દશ વાગ્યે હટેલ શોધવા નીકળ્યા. મારે તાર મળેલો નહિ એટલે હોટેલની સગવડ તેણે કરેલી નહિ અને રવિવાર અને મોડી રાત એટલે કોઈ પત્તો લાગે નહિ. દશ બાર જગ્યાએ તપાસ કરી તે ઉનહાળાને લઇને બધી હોટેલો ચીકાર હતી. પાછા આવી તેની લેડીની દીકરીને લઈ એક જગ્યા શોધી કાઢી. રાત્રે સાડાબાર વાગ્યે ઠેકાણે પડે. જગ્યા ખાનગી હતી પણ બહુ સારી મળી.
એડીરે
સવારે ઉઠી કુકનું ઠેકાણું શોધી કાઢયું અને તેની સહેલગાહમાં એડમ્બરો જોવા નીકળે. કુકની એડીમ્બરની સહેલગાહના ૧ળા શીલીંગ છે તેમાં લંચને સમાવેશ થઈ જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com