SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ યુરોપનાં સંસ્મરણે ઈંગ્લાંડ ". ટાવર ઓક લંડન જતાં મનમાં ખેદ થાય તેવું છે. અહીં અનેક નિર્દોષ પ્રાણીઓને ઘાત થયું છે. આ ભૂમિએ કઈકને જમીનસરસા કરી દીધા છે, કઈકને ફાંસીએ ચઢતાં જોયા છે, પાપને અને મનુષ્યના રક્તને અહીં બેસુમાર ઉપયોગ અને નાશ છે. અંગરેજોને લડાયક જુસ્સો (martial spirit) વધારવા આ ઐતિહાસિક ભૂમિને બરાબર જાળવી રાખી છે. આ વાતની દરેક વિગત યાદ રાખી તે પર વિવેચન થાય છે તેથી લડાયક જુસ્સો વધે છે એવી તે લોકોની માન્યતા છે. ક્રરતાને પણ અમુક અંશે જાળવી રાખે તેજ દેશ બીજા સામે ટક્કર લઈ શકે એમ લોર્ડ કીચનર તેમને શીખવી ગયો છે અને લડાઈની તૈયારી તે સુલેહનું રણશીંગડું છે એમ મી. એડ જેવા વિદ્વાન તેમને સમજાવી ગયો છે. આખું કૌટિલ્યશાસ્ત્ર અને વાત્સાયનના કામસૂત્રે અહીં અમલમાં મૂકાયાં છે. આપણે તે વાંચીને આનંદ પામીએ છીએ, અહીં તે અમલમાં મૂકાય છે. આપણે સારું વાંચીએ તે વખાણ કરી બેસી રહીએ છીએ પણ આ લોકો વાંચવાથી કદિ સંતોષ માનતા નથી. લડાયક પ્રજાએ જુઓ મેળવે ગણાય કે નહિ તે નિર્માલ્ય પ્રજાને ન માલુમ પડે, પણ સોલંકીને સમય યાદ કરીએ ત્યારે ઘરમાં પણ હથિયારો રખાતાં અને તાલીમ દરેક વાણુઆને લેવી પડતી તે વાત વિચારતાં આ હકીકતનું સાર્થપણું સમજાય છે. હિંદુમહાસભા આ દિશાએ જે પ્રયત્ન કરે છે તેમાં રહસ્ય શું છે તે ખરેખર વિચારવા જેવું છે. આ સંબંધમાં બન્નેમાંથી કોઈ પણ બાજુએ નિર્ણય કરતાં પહેલાં ઘણે વિચાર કરવો પડે તેમ છે. સેંટલ કેથીફૂલ. ત્યાંથી સેંટલનું કથીરૂલ (મંદીર) જેવા ગયા. મને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034820
Book TitleEuropena Sansmarano
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy