________________
લંડન
ઇન્સ ઓફ કોર્ટ
હલ્પ
માણસ એક સાથે ખાય છે. આપણે વેજીટેરીઅન ખેરાક જોઈએ તે બરાબર મળી શકે છે. આટલા દિવસમાં વસ્તુનાં નામથી અમે વાકેફગાર થઈ ગયા હતા એટલે જરા પણ અગવડ વગર લાયન કરનર હાઉસમાં લંચ લીધું. ત્યાં સેંકડો ખાનારા હતા. ત્યાં વાજું બેન્ડ) વાગતું હોય છે. કોઈપણ ખાનાર પૈસા આપ્યા વગર જ નથી. ત્યાં ટીપ’ આપવી નહિ એ ઉલ્લેખ છે અને તે સારું તેઓ દશ ટકા વધારે ચાર્જ કરે છે. ઈન્સ (Inns)
પછી લીન્કનઈને જોવા ગયે. અહીં બેરિસ્ટર થવા માટે ચાર ઈન છે લીન્કન્સ ઇન, ગ્રેઝ ઈન, ઇનર ટેમ્પલ અને મીડલ ટેપલ. ચારે લંડનમાં જ છે અને બાજુ બાજુમાં છે. ભાષણ વિગેરે એકજ જગ્યાએ અપાય છે અને તેની તથા પરીક્ષાની ગોઠવણ એક સેન્ટ્રલ બોર્ડ કરે છે. બાકી ચારે ઇનમાં ડીનર થાય છે તેમાંથી દરેક ટર્મમાં છમાં જરૂર હાજરી આપવી જોઈએ. ડિનરની ફી સાથે જ લઈ લેવામાં આવે છે. બેરિસ્ટર થવા આવનાર એલ એલ બી ન હોય તે બાર ટર્મ રાખવા પડે છે. એલ એલ. બી. ને ચાર અથવા છ ટર્મ મળે છે. પણ સર્વેએ એક બેરિસ્ટરના ચુંબરમાં છ માસ વાંચ્યું છે એવું સર્ટીફીકેટ લેવું પડે છે. બારિસ્ટરની તે માટેની ફી ૫૦-૧૦૦ પાઉન્ડ છે. ઇનની ફી કુલ ૧૧૦ પાઉન્ડ થાય છે. રહેવાને ખર્ચ હોટેલને હિસાબે અને પિકેટ ખર્ચ થઈ દર માસે ૨૦ પાઉન્ડ ઘણુ થયા. આ હિસાબ ખાસ ઉપયોગી છે. ભવિષ્યમાં કોઇને મેકલતી વખત ધ્યાનમાં રાખવા યોગ્ય છે.
મિડલટેપલ ચાન્સરી લેનને છેડે છે. એની લાઈબ્રેરી ઘણી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com