________________
અરિકનેમિની પ્રતિમા ૨ મહાવીરની પ્રતિમા ૩ એ ત્રણ તીર્થંકરની પ્રતિમા બેસારતા નથી તે શા માટે? એ તો મિથ્યામતિ જાણવી. સૂત્રમાં કેમ કહ્યું છે તે દેખાડો છે ૨૫ મે ૨૬ પ્રતિમાની પ્રતિષ્ઠા કરે છે, તે કયા સૂત્રે કહી છે, વગર પ્રતિષ્ટિ પ્રતિમા નથી પૂજતા. અને પ્રતિષ્ઠા કર્યા પછી પૂજે છે તે શું? પ્રતિષ્ઠા કીધે શો ગુણ આવે છે તે કહે. એ ૨૬ મે ૨૭ તીર્થંકર ૨૪ તે આરાધવા છે, અને જે એક તીર્થંકરની પ્રતિમા મૂળ નાયક કરી માંડે છે અને બીજા તીર્થંકરની પ્રતિમા નીચી બેસાડો છે તે શું ? ક્યા તીર્થકરની પ્રતિમા વડેરી બેસારવી અને કયા તીર્થંકરની પ્રતિમા નીચી બેસારવી તે સૂત્રમાંહિ કેમ કહ્યું છે તે જે કાંઈ કહ્યું હોય તે કાઢી દેખાડે છે ૨૭ મે ૨૮ શ્રી વીતરાગદેવે એમ કહ્યું નથી, જે પ્રતિમા પુજતો, કારતો જીવ સમકિત પામે તથા સુલભ બધી પણું પામે તથા પરિત સંસાર કરે. જે કોઈ પ્રતિમા પૂજતાં ઝારતાં સમકિત પામ્યા હોય તો તથા સંસાર પરિત કર્યો હોય તો તથા સુલભ બોધી થયા હોય તો કાઢી દેખાડે. શ્રી સિદ્ધાંતમાંહી સાધુ દેખી ઘણા છવ સમકિત પામ્યા છે તથા જાતિસ્મરણ ઉપજયું છે. તથા સંસાર પરિત્ કર્યો છે. તથા જીવની અનુકંપા થકી સંસાર પરિત કર્યો દીસે છે, પણ પ્રતિમા પૂજતાં, ઝારતાં કઈ જીવે પરિત સંસાર કર્યો દીસત નથી | ૨૮ મે ૨૯ અઠોત્તરી સનાથ કર્યાની વિધિ કયાંથી કહે છે, શ્રી સિદ્ધાંતમાંહિ કાંઈ કહ્યું નથી. સાધુ ચારિત્રીયા એવો આદેશ કેમ આપે? જે ૧૦૮ કુવાના પાણી લાવીએ, ભલે શ્રાવક હોય છે તે ખારું પાણુ તથા મીઠું એકઠું કરતું નથી. તો સાધુ ચારિત્રીઓ એમ કેમ કહે ? પર ૩૦ શ્રી સિદ્ધાંતે તીર્થ ૩ નામ તીર્થ કહ્યા છે. માગધ ૧ વરદામ ૨ પ્રભાસ ૩ કહ્યા છે, પણુ કાંઈ ગિરનાર આબુ શેત્રુજે ઈત્યાદિક નામે તીર્થ કહ્યા નથી. તો ભાવતીર્થ ક્યાંથી ? ભાવતીર્થ ૪ કહ્યા છે. ૩૦ ૧૯ છે
એ ૩૦ બોલ ચર્ચાના સાંભળી તે પ્રતિમા મતિ બોલ્યા જે શાસ્ત્રમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com