________________
હવે ૩ બેલે ધર્મ, તે ધર્મના ચાર નિક્ષેપા કહીયે છીએ. કોત્તર ભાર્ગને વિષે, અતીત અનામત વર્તમાન ત્રણે કાળના તીર્થંકર દયા ધર્મ પ્રરૂપે. તે ભાવ ધર્મ સમકિત દૃષ્ટિ, મોક્ષદાયક કરી સદહે. પણ નામ ધર્મ સ્થાપના ધર્મ, મોક્ષદાયક કરી સદહે નહિ. અવિરતિ ધર્મ માટે. ધર્મના જ નિક્ષેપ થાય. ૧ નામધર્મ ૨ સ્થાપના ધર્મ ૩ દ્રવ્યધર્મ ૪ ભાવધર્મ. ત્યાં જીવનું તથા અજીવનું ધર્મ એવું નામ કરે. તે નામ ધર્મ. તથા ધર્મવંતને આકાર આલેખે તે સ્થાપના ધર્મ છે રે છે તથા દ્રવ્ય ધર્મના ૫ ભેદ. ધર્મવંતનું જીવરહિત શરીર તે જાણય શરીર દ્રવ્ય ધર્મ ૧ તથા આગામીક કાળે જીવને શરીરે ધર્મ કરશે તે ભવિય શરીર દ્રવ્ય ધર્મ છે ૨ તથા લોકનું આવરણ તે લોકિક દ્રવ્ય ધર્મ છે ૩ છે તથા સૌચ ધર્મ તથા તિથભિષેક ધર્મ તથા દેહરામાંહિ લીપવું, પ્રતિમાને પૂજવું, પખાલવું, ધૂપ દીપનું કરવું. તે કુબાવચનીક દ્રવ્ય ધર્મ. ૪ તથા જમાલી પ્રમુખ નિહવને આચાર તથા પાસસ્થા કુસીલીયાદિ અસાધુનું આચરણ તે લકત્તર દ્રવ્ય ધમ. ૫ એ નામ ધર્મ ૧ સ્થાપના ધર્મ ૨ દ્રવ્યધર્મ ૩ મોક્ષ દાયક નહી. આરંભ અવિરતિરૂપ પાખંડ ધર્મ માટે, થાવગ્યા પુત્ર અણગારે સુદર્શન શેઠને કહ્યું જે રૂધિરે ખરડયું વસ્ત્ર રૂધિરે ધોતાં શુદ્ધ ન હેય, તેમ આરંભે જીવ ધર્મ સ્થાનકે વળી આરંભ કરતાં શુદ્ધ ન થાય. એહને દષ્ટાંત કરી સાવદ્ય દાનધર્મ, સૌચધર્મ, તિર્થભિષેક ધર્મ છેડાવી, જીવદયારૂપ ભાવ ધર્મ અદરાવ્યો. તથા કમલપ્રભા આચાર્યો નિઃસંક, નિર્ભય થઈ સભામાંહિ કહ્યું, યદ્યપિ જિણલાં, જિનનાં દેહરાં તે સાવધ કરણી, હું મને કરી અનુમોદુ નહિ, લાભ ન કહું. તે દ્રવ્યધર્મ સાવદ્ય કરણમાંહિ સ્થાપ્યા, માટે તીર્થકર ગોત્ર નામ કર્મ ઉપરાક્યું. અને જેને એ વચન રૂછ્યું નહી તેણે કમળપ્રભનું નામ ફેરવી સાવદ્ય આચાર્ય નામ કહ્યું. જિણલાં સાવદ્ય કહ્યા માટે. તે માટે મુક્તિ માર્ગે સાવધ પાપ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com