________________
૩૫
તથા વળી કઈ કહેશે જે તીર્થંકરનું નામ લઇ કેમ સ્તવે છે ? નામ નિક્ષેપો થાય છે. જેમ નામ નિક્ષેપ માનવા ગ્ય તેમ સ્થાપના નિક્ષેપ પણ માનવા ગ્ય. ઈતિ પ્રશ્ન. અથઉત્તર-તીર્થકરનું નામ લઈએ, તે કાંઈ નામ નિક્ષેપો નથી. તે તો નામ એવી સંજ્ઞા છે. નામાણિ જાણિકાણિવી, દબાણગુણાણ પરજવાણવા, તેસિં આગમ નિબસે, નામે નિરૂપવિયાસના | ઇતિ અનુયોગ દ્વારે તે નામ સંજ્ઞા, પણ નિક્ષેપે નહિ. વસ્તુને પટંતરે સભાવથી વસ્તુનું નામ તે નામ સંજ્ઞા. તે વસ્તુ સગુણને પટંતરે કહીએ. બોલાવીએ. નિર્ગુણ વસ્તુનું નામ સગુણ વસ્તુ બોલાવીએ ત્યાં તે નામ નિક્ષેપે થાય. પણ સુગુણ મહાવીરનું નામ તે નામ સંજ્ઞા, પણ નિક્ષેપો નહિ. ઇતિ નામ નિક્ષેપાને ઉત્તર કહ્યો છે ૬ છે
હવે નિક્ષેપા ચારનું સ્વરૂપ કહીએ છીએ. તે મધ્યે એક લોકોત્તર ભાવ નિક્ષેપ આરાધ્યક, લોકોત્તર માગને વિષે સમક્તિદષ્ટિ, ભાવ અરિહંત દેવને વંદનીક સહે, માંહિ અરિહંતના ગુણ સહિત માટે, પણ નામ અરિહંત તથા સ્થાપના અરિહંત, તથા દ્રવ્ય અરિહંતને વંદનિક સહે નહી. માંહિ અરિહંતના ગુણ રહિત માટે. જથય જંજાણે જજા નિખેવં નિખે નિરવિસે, જWવિય ન જાણેજજા, ચઉકગં નિખેડે-ના ૧ શ્રી અનુયોગ દ્વારા મળે એકેક પદાર્થને ચાર ચાર નિક્ષેપા કહ્યા. છેલ્લે લેકોત્તર ભાવ નિક્ષેપ, આરાધ્યક કહ્યો. એ ગાથાને મેળે, અરિહંતના ૪ નિક્ષેપ થાય. ૧ નામ અરિહંત. ૨ સ્થાપના અરિહંત ૩ દ્રવ્ય અરિહંત ૪ ભાવ અરિહંત. ત્યાં નામ અરિહંત પ્રમુખને અર્થ લખીએ છીએ.
જેમ માતા પિતા પિતાના પુત્રનું નામ રૂષભ તથા વર્ધમાન, જિનદત્ત તથા જિન પાલિએ તથા જિનરખીઓ એવું નામ આપે, તેમ કેઈક પોતાને છાંદે, જીવનું તથા અજીવનું અરિહંત એવું નામ આપે તે નામ અરિહંત. જેમ શ્રાવકનું અહંક એવું નામ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com