________________
અસણું પાછું ખાઇમં, સાઇમં, સુરંચ, મજજ ચ, મંસંચ, સિંધુંચ, પસન ચ, સુબહુ પુફ, વત્થ ગંધ મલાલંકારં ચ; વાસુદેવ પામખાણું રાય સહસ્સારું આવાસેસુ સાહરહ, તે વિસારંતિ. એ સૂત્ર પાઠ મળે કહ્યું જે કુપદ રાજાએ મઘ, માંસ મોકલ્યાં. તે વિચારી જુઓ કે પરણતી વેળા, મઘ માંસ સામટાં કેળવ્યા છે. તે તે સમકિતદષ્ટિ ન કરે. અને શ્રાવક હોય, તે ત્રસ જીવ ઉદેરી હણવાના પચ્ચખાણ હેય. તે માંસને અર્થે ત્રણ જીવને હણે કેમ ? તે માટે કુપદ રાજાનું ઘર જ મિથ્યાત્વ દૃષ્ટિનું. વળી કઈ પૂછે જે સમકિતદષ્ટિ રાજા શું માંસને અર્થે જીવ ન હણે? તે કયા સૂત્રની સાક્ષી. ઉપાસક દશાંગ અધ્યયન ૮મા મધ્યે કહ્યું –તતેણું રાય ગિહનરે, અન્નયા કયાઈ, અનાદાએ ઘુઠે ખાવિહેલ્યા. અહિં એમ કહ્યું જે શ્રેણિક રાજાએ સમકિતદષ્ટિ માટે અમારીને પડહ વગડાવ્યો. કે જેથી કોઈ ત્રસ જીવ ન મારે. તે પછી સમકિતદષ્ટિ હોય તે ત્રણને હણે ને માંસ લાવે એ કેમ બને ? માટે તે પદ રાજા મિથ્યાત્વી દીસે છે ૧ વળી કઈ કહેશે કે પિતા મિથ્યાત્વી હોય તો શું દીકરી સમકિતદષ્ટિણી ન હોય ? તેને ઉત્તર–મિથ્યાત્વ અનાદિ કાળનું છે. અને સમકિત તો નવું પામે છે. તે માટે સૂત્ર મળે કહ્યું નથી કે તે વેળા દ્રૌપદી સમકિત દષ્ટિણી હતી. અને શ્રાવિકા પણ કહી નથી. તે ક્યાંથી કહીએ ?
૨ વળી વિશેષે જે શ્રી નમિનાથ ૨૧ મા તીર્થંકર અને શ્રી અરિષ્ટનેમિ ૨૨ મા તીર્થંકરનું આંતરૂં ૫ લાખ વરસનું છે. એવડું આંતરૂં છે તે માટે. તે દ્રૌપદીને પરણવાની વેળાએ નેમ પ્રભુના શાસનનું પ્રવર્તન થોડું થયું જણાય છે. જે પ્રવર્તન ઘણું હોય તો ત્રસ જીવની હિંસા એવડી ન હોય. વળી કોઈ પૂછે જે તે વેળા શ્રી અરિષ્ટનેમિ બાવીસમા તીર્થંકરનું પ્રવર્તન હશે. તેને ઉત્તર – શ્રી અરિષ્ટનેમિ ૨૨ મા તીર્થંકરનું પ્રવર્તન હેય તે શ્રી કૃષ્ણ વાસુદેવ સમકિતદષ્ટિ હેય. અને જે સમકિતદષ્ટિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com