________________
પપ
દેવામાં આવે છે. ડાહ્યા હોય તે ખાત્રી કરી લેશે. પ્રશ્ન કેટલાક કહે છે કે ઉપરોકત તેર બેલ
પાળે છે કે નહિ તેની ખાત્રી કરીને શું કરવું છે? જેણે ઘરબાર, બાયડી, છોકરાં, માતા પિતા બધાને છેડયાં તેઓ તે આપણા કરતાં સારાજ છે, પછી ચારિત્ર પાળે યા નહિ તેનું
તે જાણે. ઉતર–ગુરૂતત્વની ખાત્રી કર્યા વગર અને તેને
સમજ્યા વગર કેઈને છૂટકે જ નથી કારણ કે સુગુરૂ વગર જ્ઞાન મળતું નથી. ગુરૂ જે શુદ્ધ ચારિત્રવાન દરેક રીતે હોય તે તેઓ દેવનું સ્વરૂપ શુદ્ધ સમજાવે. કે વિતરાગ પ્રભુ રાગ દ્વેષને જીતવાવાળા, ને કલ્યાણકારી દેવ છે. પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, અને ત્રણ ગુપ્તિ ખરી રીતે પાળે તેજ કલ્યાણકારીનિગ્રંથ ગુરૂ છે. કેવળી પ્રરૂપીત
અહિંસામય કલ્યાણકરી તે ધર્મ છે. શાસ્ત્રોકત ફરમાન મુજબ પાળવાવાળા ગુરૂ જે હોય તેજ ઉપર બતાવ્યા પ્રમાણે દેવ, ગુરૂ અને ધર્મ એ ત્રણે તત્વનું સ્વરૂપ શુદ્ધ રીતે સમજાવે અને તેથી જ માણસે પોતાનું આત્મકલ્યાણ સારી રીતે કરી શકે અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com