________________
પ્રસ્તાવના.
ત્રણ વરસની વાત ઉપર મેં મારા ઈગરેજી પુસ્તકની કેટલીક પ્રત લંડનવાળી પાપકારી બાઈ, મિસ મેનીંગની મારફતે ત્યાંના થોડાક પ્રમુખ પુરૂષોઉપર મોકલી, તેમાં એક મહાવિદ્વાન માનસ મઅલરઉપર. એ નાનો ભેટ મોકલવાને મારે કાંઈ કારણ સરખું નહોતું અને તેનો સ્વીકાર કરવાને તેમને અવકાશ હેય એમ પણ નહોતું. તે પણ ઘણાખરા સદગૃહસતરફથી થોડાક સપ્તવારિયાંમાં ઉત્તર ફરીવળ્યા. એ સઘળા પત્રોમાં માસ મઅલરના શુભ ઉપદેશથી મને બહુ જ સંતોષ થયો, અને તે ઉપર આજ સુધી હું અમલ કરતો આવ્યો છું –“આપણે ઈગરેજીમાં ગદ્ય લખિયે કે પવ; પણ એટલું તો કદી ભુલવું નહિ કે આપણું દેશની ઉત્તમ સેવા કરવી હોય તો તેના સારતમ વિચારો દર્શાવવાથી જ કરાશે.” ગુરૂના ઉપદેશનું એ તાત્પર્ય. ઉપલા પત્રો જોડે કેટલાક વિદ્વાને એ મારે માટે પોતાનાં પુસ્તકો મિકથા–તેમાં પ્રતાપી ઉલ્યમ ગ્લાડસ્તનના નિબંધ, અર્લ આફ શાફત્સબરીનાં ભાષણ, અને વિશેષે કરી માસ મઅલરનાં હિબર્તિ લેકચર્સ, ઉપયોગી લાગ્યાં. આ તેજસ્વી ભાષણાવિષે મેં ઘણીવાર સાંભળ્યું હતું. એ ભાષણે કેવાં હશે તેની જાણે મને કાંઈક સહજ કપના થઈ હતી. વાંચ્યાથી તો હું ધારતો તે કરતાં પણ વધારે ચિત્તવેધક લાગ્યાં. માકસ મઅલરના ઘણુ મત મારા અનુકૂળ સમભાવને હરી લે તેવા–મહાપ્રતાપી આર્યપ્રજાવિષે એમના Bઢ વિચાર, સકલગુણ સંસ્કૃત વિષે એમના સુભાષિત અભિપ્રાય, એ પ્રજા તથા એ ભાષાના અનેક પરાક્રમવિષે એમના આનંદમિશ્રિત આવ્યર્યના ઉભરા, એ સધળાંનું સ્મરણ થતાંજ મારું મન લીન થઈ ગયું. એવા મહાભારત વિષય આ જગવિષે થોડા જ સમજવા; અને એવા વિષયનું વિવરણ કરનાર મહાપુરૂષ પણ થોડાજ. દુનિયામાં વિદ્વાને તો બહુ પડયા છે. આપણું ભરતખંડમાએ તેમની સંખ્યા કાંઈ છેડી નથી. યુરપના વિદ્વાનોની તો ગણનાએ કેમ થઈ શકે છે તેમની વિદ્વત્તાના મહતવને કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com