________________
હિચી શકે તેમના કુશળ આગ્રહની આપણામાં તે અટકળ કરવાની પણુશક્તિ ન મળે. પણ આ સઘળી વિજ્ઞાન સંચયમાં ઘણું કરી ઈશ્વરી અંશની ખૂટ રહી જાય છે. માર્કસ મઅલરની બુદ્ધિ તેના વિસ્તારથી કે તેના ગાંભીર્યથી તો એટલીબધી પ્રદીપ્ત થયેલી ન કહેવાય, પણ તેમાં જે જીવંત દેવત છે તેથી કરી. સઘળા વિદ્વાન જૈવિક જ્ઞાનના ભંડારો તે ખરા. પણ માકસ મઅલર ભટ્ટ તે જેવા અખૂટ ભંડારી તેવા અખટ દાતા પણ છે. તેઓ પોતે સમજી શકે છે એટલું જ નહિ, પણ બીજાને સમજાવી શકે છે. એ વિરલ ગુણ એમની બુદ્ધિનું પરિબળ છે.
ખા વિશ્વના અદ્રશ્ય પણ સર્વદર્શી આત્મા–તેનું જ્ઞાન મનુષ્ય આત્માને કેમ મળ્યું, એ સિદ્ધાંત જે બુદ્ધિને સફળ થશે તેમાં મનુષ્ય કરતાં કાંઈક અધિક દેવત હોવું જોઈએ.
એવા એવા તરંગ, માર્કસ મઅલરનું પુસ્તક વાંચતાં, મારા મનમાં ઉછળવા લાગ્યા. ઉપકારના આવેશમાં કર્તાને એક પત્ર લખી પુછયું, કે તમારાં ભાષણો, જેની યુરપમાં એટલી બધી પ્રશંસા થઈ, તે મજસરખા અભ્યાસી કદાપી ડાં ઘણાં સમજી શકે; પણ જે લાખો આર્યપુ પરભાપાને અભ્યાસ આદરતાજ નથી તેમને તે એ ભાષણો અગમ્ય શાસ્ત્ર જેવાં જ કે ૧ કેએ પ્રેમયુકત ઉત્તર વાળતાં જણાવ્યું – “એ ભાષણ
ચતાં મારા ઈગ્રેજી તાજનકરતાં તમારા સ્વદેશી વાંચનાર તે વિષે શું કહેશે તેના વિચારમાં હું વધારે હતો” “એનું સંસ્કૃતમાં ભાષાાર થયેલું જેવાને મને બહુ અભિલાષા છે.” મેં મારા મિત્રમંડળમાં એ વાત ચચી જઈ; પણ કેઈએ બીડું ઝડપ્યું નહિ. ત્યારે મેં ફરી પુછયું–“સંસ્કૃત તો માફ કરશે, પણું હાલ ગુજરાતીમાં હોય તો કેમ?” “એ પણ ઠીક છે; તમારાં કામવિષે મને અત્યંત કાળજી રહેશે. મને આશા છે કે તમને સઘળી રીતે આશ્રય મળશે. મને ભરોસે છે કે સરકાર પણ તમને સહાય કરશે.” ઈત્યાદી લખી, કર્તાએ સત્વર તેમ કરવાના અને સર્વોધિકાર આપ્યા. એમની આતુરતાથી ઉમંગ પામી મેં પણ મારા મનમાં માંડ વાળી કે તનમનધન આપી આ કામ પાર પાડવું. ગુજરાતી તો કરવું, પણ ગમે એમ કરી સંસકૃત ભાષાન્તરની એ પેરવી કરવી ; એમ વિચારતાં મરાઠી, બંગાળી, હિંદી અને તામીલ ભાષાન્તર વિશે પણ લાભ થશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com