________________
(૪૮) રોઇદી વાતચીતનો સંગ્રહ હો, તે આટલો બધે સૂર્યને લગતો જ કાં હો એમ લોકો અજાયબ થાય છે પણ એને લગતો નહિ તે બીજાં શાને લગતે હેય વારૂ? સૂર્યનાં નામે જેમ અગણિત છે, તેમ તેવિશેની વાર્તા પણ અગણિત છે; પણ સૂર્ય કોણ હતા, ક્યાંથી આવ્યો અને કયાં ગયો, એ પેહલેથી તે છેલ્લે સુધી એક ભેદ રહી ગયો. જે કે બીજા કોઈ પણ પદાર્થ કરતાં વધારે સારી રીતે તે જણાયેલો છે તે પણ તેમાં સદા કાંઈક ગુહ્ય સમી રહેલ છે. જેમાં એક માનસ બીજાની આંખમાં જઈને તેના અંત:કરણની ઉંડી ખેહ માપવાની પેરવી કરે, અને તેના છેક ગુહ્ય આત્માને પોંહચવાની આશા રાખે–અને જોકે તે આત્મા તેને જડતો નથી, દેખાતો નથી, અથવા હાથ લગાડ્યાથી માલમ પડતો નથી, તે પણ તેની સત્તા તે માને છે, અને તે વિષે કદી શક લાવતો નથી, બલકે તેને માટે માન તથા પ્યાર પણ ધરાવતે હેય,–તેમ માનસ કોઈ બીજા આત્માન સંભાવને માટે આતુરતાથી સૂર્ય તરફ ઉંચે જતા અને જેકે તે સંભાવવચન તેને કદી મળતાં નહોતાં, અને જે કે ખમી નહિ શકાય એવા મેટા ઝળકાટથી તેની ઈદ્રિયો ઝાંખવી મારી જઈ અથવા આંધળી થઈ પાછી હઠી જતી, તો પણ પેલું અદ્રષ્ય ત્યાં છે તે વાતને તેને શક નહિ જ હતો, તેમજ જયાં તેની ઇંદ્રિયો ફાવી ન શકતી, જ્યાં તેની સમજમાં અથવા ધ્યાનમાં તે
તરી નહિ શકતું, ત્યાં પણ માનસ આંખ બંધ કરીને તેઉપર વિશ્વાસ રાખે, નીચે પડીને તેની પૂજા કરે, એ બની શકે એમ છે.
હિંદુસ્થાનમાં સંથલ જાતના ઘણા કનિષ્ટ લોક સૂર્યની પૂજા કરે છે એવું કેહવાય છે. તેઓ સૂર્યને ચદે, એટલે ચળકતા, કહે છે, કે જે નામ વળી ચંદ્રનું પણ છે. આ નામ ઘણું કરીને સંસકૃત કેન્દ્ર હશે. તેઓ સાથે જે ખ્રિસ્તિ ધર્મદૂત (Missionaries) રહ્યા હતા તેઓને તે લોકોએ જણાવ્યું કે ચદાએ દુનિયાં પેદા કીધી છે અને જ્યારે તેઓને કેહવામાં આવ્યું કે એ ચદ દુનિયાં પેદા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com