________________
(૩૪ ) સ્થાઈ ગુણ નામે.
સૃષ્ટિવિષેના આ વિવિધ પદાર્થો, કે જેઓએ ઘણા પુરાતન વખતથી કવિયોનું ધ્યાન ઉશ્કેર્યું હતું, તેઓ વિષે બોલતાં સ્વાભાવિક રીતે કવિયાએ બીજાં નામો કરતાં અમુક ગુણનામેનો ઉપયોગ વધારે કર્યો હોય. આ સૃષ્ટિના પદાર્થો અકેકથી જુદા હતા તે પણ તેમાં કેટલાક ગુણો સામાન્ય હતા; તેને લીધે તેઓ અમુક સામાન્ય નામથી જણાતા હતા, અને પાછળથી દરેક ગુણ નામનાં મથાળાં નીચે અકેક વર્ગમાં વેંહચાઈ જતા ; અને એ રીતે એક નવી ભાવના ઉભી થતી. આ સઘળું બની શકે એવું હતું–ખરેખરું શું બન્યું તે આપણે તપાસિયે.
વૈદતરફ નજર કરતાં આપણને જણાય છે કે જે મંત્ર જળવાઈ રહેલા છે તે સઘળાં આગલા હિંદુ વેદાંતિના વિચાર પ્રમાણે અમુક દેવતાઓને અર્પણ કીધેલાં છે. આ “વિતા” શબ્દ આપણા દીલી (Deity) શબ્દને બરાબર મળતો આવે છે, પણ તેમાં દેવતા રાખ આ અર્થમાં કદી પણ વપરાયલ નથી. દેવતા દે. વને જે હાલ અર્થ થાય છે એ અર્થમાં સમજવા વિચાર હજી સુધી ઉત્પન્ન થયો ન હતો. આગલા હિંદુ ટીકાકારો પણ જણાવી જાય છે કે દેવતા એટલે માત્રામાં જે પુરૂષની અથવા જે કોઈ પદાર્થની સ્તુતિ કરવામાં આવતી તે, એટલે કે તે મંત્રનું કર્મ તથા મંત્રને બોલનાર અથવા ગાનાર, એટલે સ્તુતિગાયનનો કર્તા તે ઋષિ અથવા સિદ્ધ કેહવાત. એ પ્રમાણે જેનો ભોગ આપવાને હોય તેનેવિષે પણ માત્રામાં લવામાં આવે ત્યારે તે ભોગ દે. વતા કેહવાય છે અથવા ભોગ આપવાનાં કામમાં આવતું વાસણ, કે એક રથ, લડાઈનો કુહાડે, અથવા હાલ માટે બેલવામાં આવે, ત્યારે પણ એ પદાર્થો દેવતાજ કેહવાય છે. વેદસૂકતોમાં મળી આવતા કેટલાક સંવાદ ઉપરથી માલમ પડે છે કે બોલનાર શ્રેણીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com