________________
(૧૮) કિવનતસ કરશિયસ હિંદુઓના ધર્મનું નિચે પ્રમાણે વર્ણન કરે છે –
જે પણ પદાર્થને તેઓ માન આપવા લાગ્યા તેને તેઓ દેવ કેહતા, મુખ્ય કરીને ઝાડે, કે જેને નુકસાન કરવું પાતકી ગણાય છે.
વેદની શાક્ષી.
હિંદુઓનો ધર્મ કે જેનું વર્ણન સિકંદરના સાથી તથા અનુ. થાયીએ આપ્યું છે, તે ખરેખર શું હતું તે તપાસવા માટે હવે આપણે વેદનાં પુરાતન મંત્રાભણી નજર કરિયે. આ મંત્ર, કે જે આર્યખંડમાં મનુષ્ય કવિતાના સર્વથી જુના શેષ તરીકે આપણી પાસે જળવાઈ રહેલાં છે, તે કોણની સ્તુતિ માટે છે? એ નથી ઝાડના થડ કે પથ્થરને માટે, પણ નદિયો, પહાડે, વાદળાં, પૃથ્વી, આકાશ, અરૂણોદય, તથા સૂર્યને માટે એટલે કે સ્પર્ય અથવા એવા કેહવાતા પૂજા પદાર્થો (Fetishes) માટે નહિ, પણ જે જે પદાથને આપણે અસ્પૃશ્ય અથવા અસ્પૃશ્ય ગણ્યા, તેજ પદાર્થોને માટે છે.
ખરેખર આ એક અગત્યનું પ્રતિપ્રમાણ છે, અને વળી તે એવું છે કે જેને માટે સો વરસની વાત ઉપર કોઈ આશા નહિ રાખત. કાંકે તે વેળા એમ કોણે ધાર્યું હોત કે સિકંદરના ઈતિહાસ લખનારાઓનું હિંદુસ્થાન અને ત્યાંના લોકો વિષેનું વર્ણન સમકાળિક સાક્ષીથી જ માત્ર નહિ, પણ સિકંદરની હિંદુસ્થાન ઉપરની ચઢાઈની ઓછામાં ઓછી ૧૦૦૦ વરસ પૂર્વનાં ભણતરની સાક્ષીથી કોઈ દીવસે આપણે ખોટું પાડવાનું સામર્થવાન થઈશું ?
* એક રૂમી ઇતિહાસ ક. + અનુયાયી=પછી આવનાર,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com