________________
(૧૬)
અથવા સાંભળી શકાય છે, તો પણ હાથથી ઠોકી શકાતા નથી. એ માટે આપણે શું વિચાર ધારાવિયે છિયે ?
આપણને નવાઈ જેવું લાગશે કે જેવાઈ શકાય તોપણ અને ઠકી નહિ શકાય એવા પદાર્થો કેમ હોય; પણ દુનિયાં એવા પદા
થી ખરેખર ભરપૂર છે. અને વધારે નવાઈ જેવું એ છે કે પ્રાચિન કાળના જંગલીને તેઓને લીધે ઘણી અગવડ પડી હોય એમ લાગતું નથી. ઘણાં ખરાં માનસને વાદળાં માત્ર દેખાય છે, પણ તે કાંઈ પકડાતાં નથી. પણ જે કદી વાદળાંને અર્ધસ્પર્ય પદાર્થોમાં ગણિયે – અને મુખ્ય કરીને પહાડી દેશમાં–તે પણ આકાશ, સૂર્ય, ચંદ્ર અને તારા એવા છે કે જેઓમાંના કોઈને કદિયે હાથ લગાડી શકતા નથી. આ ત્રિજા વર્ગને હું નહિ મર્ય, અથવા જે મને એક સાંકેતિક શબ્દ ઘડી કહાડવાની રજા હોય તે અક્ષયે કેહવા માગું છું.
આ પ્રમાણે એક સાદા આમિક પૃથક્કરણ શી પદાના ત્રણ વર્ગ આપણે શોધી કઢાયા છે, કે જેઓ આપણી ઈદ્રિયોથી જણાય છે, પણ જેઓ પોતાનાં વાસ્તવત્વના ત્રણ ઘણી જુદી જ જાતના છાપ આપણાં મન ઉપર ઠસાવે છે.
(૧) સ્પર્ય પદાર્થો, જેવાકે, પથ્થર, સીપ, હાડકાં, ઈત્યાદિ. વિદ્વાન મંડળનો પેલો મોટો ભાગ જે એવું ધારે છે કે પદાર્થપૂજા સર્વ ધનો પેહલો આરંભ હતા, અને જેઓ એમ ખાતરી આપે છે કે ધર્મ વિષે પહેલવહેલો વેગ અંતવંત (ઈન્દ્રિ તથા કલ્પનાથી જણાય એવા) પદાર્થોથી જ મળ્યા હતા, તેઓ આ પદાર્થોને ઘણા પ્રાચિન કાળમાં ધર્મપૂજા માટે વપરાતા ધારે છે.
(૨) અર્ધપશ્ય પદાર્થ જેવાકે ઝાડ, પહાડ, નદી, સમુદ્ર, પૃથ્વી ; જે વર્ગને હું અર્ધ દેવતા કેહવા માગું છું તે આ પદાર્થોથી ભરાય છે.
(૩) અસ્પર્ય પદાર્થો જેવાકે, આકાશ, તારા, ચંદ્ર, સૂર્ય તથા અરૂણોદય, આપણને જે પદાર્થોને આગળ ચાલતાં દેવતા કહેવા પડશે, તેનું મૂળ આ પદાર્થોમાં જણાય છે.
* આત્મિક = આત્મા જ્ઞાનને લગતું. • આ પૃથક્કરણ = જુદું પાડવું તે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com