________________
(
૧
જે આપણને એક આશાન્તી એમ કહે કે, મારા ભકિતપદાર્થમાં સાધારણ પથ્થર ઉપરાંત હું કાંઈ બીજું જોઈ શકું છું, કારણકે તે બી નું જોવાની મારામાં પ્રેરણાબુદ્ધિ છે તો તે યુરોપીયન કેળવણીની અસરથી ઠાલા શબ્દ-જ્ઞાનમાં કેટલો બધો આગળ વધે છે, તે જોઈ આપણે ઘણું કરી અજાયબ થઇશું ; પગ મનુષ્યવિષે અભ્યાસ કરવામાં ભટાઈ કરી નહિ જાણે એવા જગલિયોની મદદથી આપણને ઘણો લાભ થાય એ માનવું કઠણ પડે. ધર્મવિષયક વિચારેનું મુળ સમજાવવા આપણી સાધારણ મનશકિત કરતાં ધર્મ-પ્રેરણા વધારે ચઢતી છે, એમ કબુલ કરવું તે ભાષાનું મૂળ સમજાવવા માટે આપણામાં ભાષાજ્ઞાનની કાંઈક પ્રેરણા છે, અથવા આપણી ગણવાની શકિત ક્યાંથી આવી તે સમજાવવા આપણામાં ગણિતશકિત જન્મથીજ છે એમ કબુલ કરવા બરાબર છે. એવો ખુલાસો આપે એ તે પેલી જુની વાત જેવું થાય, કે ફલાણું ફલાણા કરિયાણાથી ઉંઘ આવે છે કારણ કે ભાઇ તે કરિયાણુમાં ઉંઘ લાવવાનો ગુણ છે!
આ બંને જવાબોમાં સત્યનો કાંઇક અંશ છે તે હું ના નથી પાડતા; પણ અસત્યના આખા ઢગલામાંથી સત્યના તે દાણાને પેહલાં ચુંટી કાઢવો જોઈએ. ટુંકમાં પતાવવા સારૂ, તેમજ પ્રથમ પ્રકરકરણ એટલે આપણે શું સમજિયે છિયે, તથા ધર્મની પ્રેરણા એટલે આપણે શું સમજિયે છિયે, તેનો સારી પેઠે ખુલાસે કીધા પછી, એ શબ્દોનો આગળ ચાલતાં ઉપયોગ કરવામાં કદાચ અડચણ નથી; પણ એ શબ્દો એટલી બધી વાર ખોટે અર્થે વપરાયલા છે, કે હવે પછી એઓનો ઉપયોગ નહિ જ કરવો વધારે ડહાપણ ભરેલું ગણાય.
આ પ્રમાણે ઘણીક અડચણે, જે આપણું મેહસામે ઉભી છે, તેમાંથી આટલી સેહલાઈથી જે માગે અત્યાર સુધી છટકી શકાતું હતું તે માર્ગ તજી દેવા પછી, જ્યારે આપણે ધર્મવિષયક વિચારોનાં મૂળ જાણવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com