________________
શુદ્ધ ગુજરાતી કવિતા બનાવી શકે, એ ઘણું જ સ્તુતિપાત્ર છે, અને મારા વિચારમાં એવું કદી બન્યું નથી. તા. ૨૦ મી સપટેમ્બર ૧૮૭૬,
તમારો શુભેછે,
* પેસોતન દસ્તુર બહેરામજી સંજાના. શેઠ રણછોડભાઈ ઉદયરામ કહે છે કે જે તમારી કવિતા વાંચી મને ઘણો સંતોષ થયો છે–વધારે એટલા માટે કે પારસીને હાથે આવી કવિતાની મેં આશા રાખી ન હતી * પણ તમારું લખાણ તે સરળ અને સ્વાભાવિક થયેલું છે. તમારા લખાણમાં અમારામાં ચાલતા કેટલાક સેહેલા પણ મીઠા શબ્દ વાવ છે, તે ઉપરથી તમે ગુજરાતી ભાષા પછવાડે કેટલું બધું રટણ કર્યું હશે તે તરતજ જણાઈ આવશે. તા. ૨૫ મી ડીસેમ્બર ૧૮૭૩.
શેઠ સોરાબજી શાપુરજી બંગાલી કહે છે કે –મને કહેતાં કશો સંદેહ નથી કે ગુજરાતી ભાષામાં કત્તાનું જ્ઞાન ઘણું અજાયબ જેવું છે, જેવું પારસી લખનારમાં તે ભાગ્યે જ મળે. એ પુસ્તક સઘળી રીતે આવ્યયને યોગ્ય છે, અને તેને પ્રસિદ્ધ થયેલું જોઈ મને સંતોષ થશે. ૧૮૭૮.
રેવડ જે.વિ.એસ. ટેલર કહે છે કે,–* * કર્તા ગુજરાતી કવિતાના નિયમ સારી પેઠે સમજે છે, અને તે નિયમને અજાયબ જેવા અનુસરણથી વળગી રહ્યો છે. બીજા ઘણાએ ગુજરાતી કવિતા લખવાને વન કર્યો છે, તેમાં એ વધારે પાર પડો છે. એની ભાષા શુદ્ધ છે, અને એનું લખાણ સરળ અને કોમળ છે. ૧૬ મી ઓગસટ ૧૮૭૪. છે. મરહમ દાકતર જાન વિલસન કહે છે કે –મને કહેતાં બહુ હર્ષ થા
ય છે કે કોની કાવ્યરચના ઘણી ઊંચી જાતિની છે, અને પુસ્તકમાં સમારેલા વિચાર દેખાડી આપે છે કે કર્તા એક કવિની કલ્પને તથા તે ક૯૫ને ૨૫ આપવાની શક્તિ ધરાવે છે.
૧૮૭૪,
મુંબઈ મધે, યુનિયન પ્રેસમાં બહાનાભાઈ રૂરતમજી રાણીનાએ જી.
,
૧૮૮૧,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com