________________
(૨૦) આપણા કાનો પહેલો પંથ, હિતોપદેશના ભાષાન્તરને, ૧૮૪૦ માં પ્રસિદ્ધ થશે. ૧૮૪૩ માં એમણે કાળિદાસકૃત “મધદૂતનું જરમન ભાષામાં ભાષાન્તર કર્યું કે તેમાં મૂળ સંરકૃત છંદ જરમન છંદમાં બહુજ ચતુરાઈથી ઉતાર્યા. આથી એમની બુદ્ધિવિશે ઊંચ મત બેઠો એટલું જ નહિ, પણ સંસ્કૃત અને જરમન વચ્ચે કેટલો સંબંધ છે તે પણ જેવાને બની આવું. સન ૧૮૫૮ માં “પ્રાચીન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ” એ નામનું પુસ્તક કેનાએ ચી બહાર પાડયું.
૧૮૬૧ માં એમણે “ભાષાશાસ્ત્રવિષેનાં ભાષણ એવા નામનો ગ્રંથ આરંભે. આ પુસ્તકમાળામાં નવ ભાષણ સમાયેલાં છે. ૧૮૬૪ માં બીજાં બાર ભાષણ પ્રસિદ્ધ કરી વિષય સમાપ્ત કીધો. એ ગ્રંથની બહ આવૃતિ નિકળી ચુકી છે; તેમજ ફેંચ, જરમન, ઇતાલિયન, રૂશિયન આદિ ભાષામાં એનાં ભાષાન્તર પણ થયાં છે. એસિવાય આપણા કાએ બીજાં ઘણાં પુસ્તકે રચ્યાં છે જેવિ આ લધુ નિબંધમાં લખવા બનતું નથી.
માસ મઅલરના જન્મારાનું સાર્થક કર્મ, સગવેદસંહિતા, તેનાં છ મિટાં પુરતક થયાં છે. એ છ અંક ૧૮૪૯ થી ૧૮૭૫ સુધીમાં પ્રસિદ્ધ થયા.
આ રથલ પુસ્તક વિષે વિદ્વાન દાકતર મારૂતિન હાઉગ લખી ગયા છે કે ૧૮૬૨માં પુને શહરમાં ૭૦૦ વિદ્વાન બ્રાહ્મણોની એક સભા મળી એ પુસ્તક તપાસી ગયા, અને તે સાતસો બ્રાહ્મણને અભિપ્રાય આપો કે અમારા હસ્તલિખિત ગ્રંથો કરતાં આ પુસ્તકનું મૂળ લખાણ વધારે સંપૂરે છે; એમ કહી તેઓએ આ નવા ગ્રંથને આધારે પિતાનું શાસ્ત્ર સુધારી લીધું !
એજ ગવેદસંહિતાના સંબંધમાં કર્તાએ થોડા વખતમાં Chips from a German Workshop નામનું ૨૦૦૦ મટાં કૃષ્ણનું પુસ્તક છપાવ્યું.
આવા અતાગ શ્રમને વિચાર કરતાં જ સાધારણું વાંચનાર તે હક્ક થઈ જાય !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com