________________
(૨૦૦ ) નસ પિતાને જન્મારો જે વેળા બહ ઉદ્યોગથી કામકાજમાં મચી રહીને કાઢતો હોય તે વેળા પણ તેનું અંત:કરણ એક આશ્રમ પેરે શાંત હોય કે જયાં તે પોતે તેના સત્યતમ આત્મા સાથે સદા એકાંત હોય.
યાજ્ઞવલકથાના કાયદા (૩, ૬પ) માં આપણે આ પ્રમાણે વરચે છિયે :
સદ્ગણનું કારણ મડ નથી. સદગુણ વર્તવાથી જ માત્ર સગુણ નિપજે છે. માટે જેથી પિતાને દુઃખ થતું હોય તે કોઈ માનસે બીજાને કરવું નહિ એને એકમળને વિચાર મનુના પુસ્તકના ૬, ૬૬ માં (સર. ઉલ્યમ જોન્સનું ભાષાંતર) મળી આવે છે:
ગમે તે વર્ગમાં મનુષ્યને મુકવામાં આવે છે, કે તે વર્ગની દ્રશ્ય ધર્મમુદ્રા તે રાખતો ન હોય, તે પણ તેણે સર્વ પ્રાણ તરફ સરખું મન રાખી પોતાનો ધર્મ પૂર્ણરીતે પાળવો. તેના વર્ગની દ્રશ્ય મુદ્રા કોઈપણ પ્રકારે તેના ધર્મ પાળવાને અસરકારક ઉપાય નથી.'
મહાભારતમાં વારંવાર એજ વિચારો આવ્યા કરે છે?
હે ભારત પિતાઉપર અંકુશ ધરાવનાર માનસને વનની શો જરૂર અને નિરંકુશ માનસને વન શા ઉપયોગનું ? કયાં પણ નિજ અંકુશ ધરાવનાર માનસ રહે તે વન છે, તે મઠ છે. એક જ્ઞાની, સારાં વસ્ત્ર પહેરી ઓઢીને કદાપિ પિતાનાં ઘરમાં પણ રહે, પણ તે જયાં સુધી જીવે ત્યાંસુધી જે સદા પવિત્ર અને પ્રેમથી ભરપુર માત્ર રહે તે સઘળાં દુષ્ટ કર્મોથી મોકળે થાય છે.
ત્રણ દંડ લઈ ફરવું, મુંગા થઈ બેસવું, જરા યાખવી, માથું મુડાવવું, ઝાડની છાલથી કે ચામડાંથી શરીર ઢાંકવું, બાધા પાળવી અને સ્નાન કરવું, અગ્નિહોત્ર યજ્ઞ કરે, વનમાં વસવું, તથા શેરીર તાવી નાંખવું, એ સઘળું, જો અંત:કરણ સવરછ ન હોય તો મળ્યા છે.'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com