________________
(૧૮૭). છે કે વનમાં વસનાર મનુ, બ્રાહ્મણ તથા તે પછીનાં સત્રોમાં વર્ણવેલા કાંઈપણ ઠાઠમાઠ અને દમામવિના કે પ્રકારે યજ્ઞો કરી શકે તે દેખાડવું; માત્ર મનના યત્નથી જ. પૂજારીને પોતાના મનમાં યજ્ઞને માત્ર વિચારજ લાવવાનો હતો, અને મનમાં તેને લગતાં સઘળાં ક્રિયાકર્મ કરવાનાં હતાં, અને તેથી કરી કંટાળાભરી ક્રિયા કરવાના જેટલો જ તેને લાભ પ્રાપ્ત થતો હતો.
છેલ્લે ઉપનિષદ્ આવ્યા; અને તેમનો હેતુ શું છે? સઘળાં કિયાકર્મ વ્યર્થ છે, એટલું જ નહિ પણ નુકશાનકારક છે, એ દર્શાવવું; લાભની આશા કે ઈચ્છાથી યજ્ઞ સાથે જે દરેક કામ કરવામાં આવે તેને ધીક્કારી કાઢવું ; દેવોની જો હયાતી નહિ તે તેમનું નિરાળું અને ઉત્તમ લક્ષણ તે ના પાડવું, તથા એવું શિખવવું કે મનુષ્યને પિતપિતાના આત્માએ પેલા સત્ય અને વિશ્વવ્યાપક આત્માને પિછાનવાસિવાય, અને જયાં શાંતિ મળી શકે છે ત્યાં જ શાંતિ શોધવાસિવાય મુકિત અને છુટકારાની કાંઈએ આશા નથી, * કેવી રીતે આ જુદા જુદા વિચારો ઉપર તેઓ આવ્યા, કેવી રીતે એક પાછળ બીજે સ્વાભાવિક રીતે આવ્યો, કેવી રીતે જેએ તેમને શોધી કાઢયા તેઓ માત્ર સત્યના પ્યારથી દોરવાયા હતા, અને સત્યઆગળ પહોંચવા માટે મનુ ધ્યથી થઈ શકે એવો કાંઈ પણ પ્રયત્ન બાકી રાખ્યો નહિ–આ સઘળું, થોડાંક ભાષણોની હદમાં જેટલું સારી પેઠે સમજાવી શકાય તેટલું સમજાવવાનો મે યત્ન કર્યો છે.
અને જેમ બીજાઓ આગળ પુછી ગયા છે તેમ હવે તમે પણ ખચીત પુછશે કે એક ધર્મ કે જે વિચારના ભિનભિન નાના ભેદોથી ભરપૂર હતો, એટલું જ માત્ર નહિ, પણ જેમાં નિશ્ચયે અકેકથી બહુજ વિરૂદ્ધ તો આવેલાં હતાં, તે ધર્મને નિભાવી રાખવાનું કેમ બન્યું હતું? જે પ્રજામાં કેટલાકો દેવતા અથવા ઈશ્વર છે એવું માને, અને બીજાઓ માને કે દેવતા અથવા ઇશ્વરો નથી; કેટલાક પોતાની માયાપું ય કરવામાં સઘળી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com