________________
(૧૮૬) કરતાં વધારે પૂર્વકાળના હતાં કે વળી આ (અદિતિ વિષેના) મિત્ર સર્વ જીવંત પદાર્થના ધણુ પ્રજા પતિની સ્તુતિવિષે રચાયેલા મંત્ર કરતાં વધારે પૂર્વકાળના હતા; અને જે થોડાંક કાવ્યોનો મેં હમણાં જ ભાષાંતર કરવાને યત્ન કીધે, કે જેમાં કવિ “તે એકલો એકજ જે શ્વાસરહિત છતાં શ્વાસ લે છે તેવિશે બોલે છે, તે હજી પાછળ કાળમાં રચાયા હતા.
વેદના સઘળા મંત્રમાં એક ઐતિહાસિક (દીર્ધકાળાનુરોધન) અનુકમ, અથવા જેને હમણાં પ્રસારણને લગતો અનુક્રમ કહે છે, તે જોવામાં આવે છે; અને એ અનુક્રમ, માત્ર કોઈ કાળાનુક્રમ કરતાં ઘણું વધારે અગત્યનો અને વધારે ઉપદેશકારક છે. આ સઘળા અતિપ્રાચીન તથા અતિઅર્વાચીન મંત્રે જેને આપણે હમણાં વેદના મંત્રનો સંગ્રહ (સંહિતા) કરી કહિયે છિયે, તેની સમાપ્તિ પેહલાં હયાત હતાં અને આ સંગ્રહને કાળ ઈ. સપૂ ૧૦૦૦ વર્ષને જ આપણે ગણિયે તે હું ધારું છું કે આપણી ઉપર બહુ ખોટું લાગે એવા દેષ મુકવામાં આવશે નહિ.
બ્રાહ્મણ ગ્રંથ રચાયા તેની પૂર્વે આ મંત્રનો છેલો સંગ્રહ થયેલો હોવો જોઇએ. આ મંત્રામાં અને એથી પણ વધારે બ્રાહ્મણ કે જે એની પછીના કાળને લગતા ઈશ્વરજ્ઞાનવિષેના નિબંધે છે, તેમાં જેઓ સઘળા પ્રમાણિકપણે પ્રાચીન ય કરે તેમને શ્રેષ્ઠ પ્રતિફળની કબુલાત આપેલી છે. જે દેવતાઓને યજ્ઞો અર્પણ કરવામાં આવ્યા છે તેઓ માત્રામાં જેમની સ્તુતિ કરવામાં આવે છે તેજ મુખ્ય કરીને છે. જે કે દેવતાઓ, ઉદાહરણ દાખલ, પ્રજાપતિ જે ઇશ્વરને ઘણા વધારે મત સંકલ્પ દર્શાવે છે તેના સરખા દેવતાઓ પાછલા વખતના બ્રાહ્મણમાં વધારે અને વધારે સ્પષ્ટ રીતે આવતા કેમ જણાય છે તે આપણે ખુલ્લું જોઈ શછિયે.
આ પછી આરણ્યક ગ્રંથે આવે છે કે જે બ્રાહ્મણને છેડે આવ્યાને લીધે જ માત્ર નહિ, પણ વળી તેમનાં લક્ષણ (રચના) ઉપરથી હજી વધારે પાછલા વખતના જણાય છે. એ આરણ્યકનો હેતુ એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com