________________
(૮૫) તે દિશા, અદિતિ એટલે અપાર દાખલ પહલાં કેમ ગણાઈ હતી, તેની જે તમને યાદ હોય, તમે જાણીને વિસ્મય નહિ થશે કે
છે, કે જે સૂર્યને માર્ગ નક્કી કરનાર શકિત અથવા સ્થળ છે, તે કોઈ કોઈ વેળા વેદમાં અદિતિની જગ્યા લે છે. જેમ પ્રાતઃકાલને
અદિતિનું મુખ કહેવામાં આવ્યું, તેમ સૂર્યને તનું તેજસ્વી મુખ કહ્યું છે એટલું જ નહિ, પણ આપણને એવાં પણ નામસ્મરણ મળી આવે છે કે, જેમાં આ મહાન્ત અદિતિ તથા આકાશ અને પથ્વીથી માત્ર બીજી જ પદ્ધિ ધરાવે છે. દેખીતી રીતે તેનું રહડાણ પૂર્વદિશા છે, કે જ્યાં એક અતિપ્રાચીન કથા પ્રમાણે પ્રકાશ લાવનાર દેવતાઓ દર સહવારે એરોની સંતાવાની અંધારી ગુફા ભાંગીને ખુલી મુકતા હતા, અને તેમાંથી ગાયો* એટલે દિવસોને બહાર લાવતા હતા ; જેમ અંધારા તબેલામાંથી એક ગાય ધીમે ધીમે હીંડતી પથ્વી તથા આકાશનાં પ્રકાશિત બીડતરફ ચરવા જતી હોય, તેમ પ્રત્યેક દિવસ નિકળે છે એમ કલ્પના કરેલી છે. જ્યારે આ ક૯૫નારૂપ બદલાયું, અને જ્યારે સૂર્ય સવારમાં પોતાના ઘોડા જેડીને સૃષ્ટિક્રમણ માટે પોતાનો રોછો માર્ગ કાપે છે એમ ગણાયું, ત્યારે જે સ્થળે ઘડાને છોડવામાં આવતા હતા તે સ્થળ wત કેહવાયું. કેટલીક વેળા એવું કેહવાયેલું છે કે પરોઢિયાં Aતના ઉંડા ગારમાં વસે છે, અને પરોઢિયાં કેવે પ્રકારે પાછાં મળ્યાં તેવિશે તેમજ રાત્રિના અંધારા કોઠારમાં સંતાડેલો ખજાને પાછો મેળવવામાં પરોઢિયું (અરૂણોદય) પોતે ઈદ્રને તથા બીજા દેવોને કેવે પ્રકારે મદદ કરતું તેવિશે ઘણીક વાતે કરવામાં આવે છે.
-
-
-
* દેખીતા આકાશમાંથી દ્રષ્ટિમયાદાંની પેલીમરના ઉંડા તથા અંધારા ગારતરફ બસ, ડાઈ જતાં વાદળાને અર્થ આ ગાયે કેટલીક વેળા દર્શાવે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com