________________
( ૭૪ ) - બીજે કવિ અરૂણોદયને અદિતિનું મુખ કહે છે, તે એવું દર્શાવવા કે અદિતિ અહી પિતે અરૂણોદયજ માત્ર નથી, પણ તેની પેલી મેર તેનેથી કાંઈક વધારે છે.
સૂર્ય અને સૂર્યમંડળના બીજા દેવતા પૂર્વ દિશા તરફથી ઉગે છે એટલા ઉપરથી આપણને સારી પેઠે સમજ પડે છે કે અદિતિ તેજસ્વી દવાની મા કેહવાઈ હશે, તથા મુખ્યકરીને મિત્ર અને વરૂણની (ઋગવેદ ૧૦,૩૬,૩), અર્યમન્ અને લગની અને છેલે પેલા સાત, બલકે આઠ આદિત્યોની, એટલે પૂર્વ તરફથી ઉગતા સૂર્યમંડળના દેવોની મા કેમ કેહવાઈ હશે તે પણ આપણે સમજી શકયે. સૂર્યને માત્ર આદિત્ય જ કહ્યું નથી (ઋગવેદ ૯,૧૦૧,૧૧ અ મહાનસી સૂર્યે બટાદિત્ય મહાનસી; સૂર્ય, ખરેજ તુ મોટો છે; આદિત્ય ખરે જ તું મોટો છે; પણ વળી આદિતય પણ લેખ્યો છે. (સગવેદ, ૧૦૮૮,૧૧)
બેશક લગભગ પ્રથમથી જ અદિલિને કેવળ નારી ૨૫ મીવાનું કારણ, આ તેના પુત્ર વિષે વારંવાર બલવામાં આવ્યું તે છે. તે જોરાવર, ભયાનક, અને રાજકીય પુત્રોની માં છે. પણ કેટલાંએક વાકય એવાં છે કે જેમાં અદિતિ નર દેવતા હોય, અથવા કાંઇજ નહિત જાતિરહિત શક્તિ હોય, એમ ગણાયેલી છે..
જો કે અદિતિ અરૂણોદય નિકટ સંબંધ ધરાવે છે તે તેનું સ્મરણ સહવારમાં જ નહિ પણ મધ્યાન તેમજ સંધ્યાકાળે પણ છેડા વખતમાં થવા લાગ્યું, જ્યારે આપણે અથર્વવેદ (૧૦,૮,૧૬)માં વાંચિયેછિયે કે “જ્યાંથી સૂર્ય ઉગે છે અને જ્યાં અસ્ત પામે છે તેને હું સર્વથી પ્રાચીન ગણું છું, અને તેની પેલે પાર કોઈ જતું નથી, ત્યારે આપણે સર્વથી પ્રાચીન'ને અર્થ ઘણું કરીને અદિતિ કરી શકિએ. આ પછી તરત જ અદિતિની સર્વ ઘટતી પૂજા અને ભક્તિ કરવામાં આવે છે, અને અંધકાર અને અંધારામાં ભટકતા શત્રુઓને હાંકી કાઢવાને જ નહિ, પણ વળી માનસને તેના પાપથી મુકત કરવાને પણ તેને વિનવવામાં આવી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com