________________
કદાચ વેદના કવિયોને મળેલાં નામમાં શ્રેષ્ઠ . પણ જેટલે દૂર પૂર્વથી પશ્ચિમ છે, તેટલું દૂર જેને તેઓ ગોતતા હતા, તે એ નામથી દૂર હતા.
આગલા આર્યોએ સૃષ્ટિના દરેક ભાગમાં અનંત વિષે જે જે શાધો કીધા તે તપાસ્યા પછી, અને ઝાડે, નદિયો, અને પહાડોથી આરંભીને આકાશ-પિતાના નામ સાથે સમાપ્ત થતાં જે સઘળાં નામે તેને તેઓએ આપ્યાં તે સમજવાને ચત્ન કીધા પછી, આપણને હવે બીજા કેટલાક ખ્યાલોની ઉત્પતિમાટે વિચાર કરવાનો છે, કે જેઓ, જોકે પહલેહેલે આપણી ઇંદ્રિયોની બીલકુલ હદ બહાર ગયેલા જણાય, તો પણ તેઓનાં ઉંડામાંઉંડાં મૂળ અને ખરા પ્રારંભ પેલી અંતવાન એટલે દ્રશ્ય સષ્ટિમાં દેખાડી શકાશે, અને જ્યારે હજી એ દુનિયાંજ એકલો એકજ ધોરી માર્ગે સઘળે હતો અને હજીસુધી છે, કે જ્યાંથી આપણે અંતવાન ઉપરથી અનંત, લૈકિક ઉપરથી અલોકિક અને સૃષ્ટિ ઉપથી સૃષ્ટિના ઈશ્વર પાસે પહચી શકિયે છિયે, ત્યારે તે અંતવાન સૃષ્ટિને આપણે એટલી બધી ધિક્કારવાને શા માટે તત્પર છિયે તે કેહવું કઠણ છે.
વેદમાં આવતો દેવ-વંશ (વંશાવળી).
આ વિચીત્ર સંસારમાં આપણું એકાએક આવવું થયું એમ ધારીને આ વાત જાણવાનો યત્ન કીધો કે યિા પદાર્થોએ ઘણુંકરીને આપણા અતિ પુરાતન વખતના વડવાઓને ચોંકાવ્યા હોય, છક્ક કીધા હોય, અથવા ભયભિત કીધા હોય; તથા કિયા, પદાથાએ મૂઢ પેઠે ખાલી નિહાળીને અજાયબીથી જોવાને બદલે તેઓમાં જાણવાની જીજ્ઞાસા ઉત્પન્ન કીધી હોય; અને જે જે દેખાવે તેઓની નજર આગળથી પસાર થતા તે ઉપર ચિત્ત લગાડી પહલવેહલાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com