________________
૭૬
પાછળ જીવન ખપાવી દે અને તેમને જે બુદ્ધિ પ્રાપ્ત થાય તે આવી બુદ્ધિ હાય છે. એવી જ રીતે વૈજ્ઞાનિકોને પ્રયેગા વડે આવી બુદ્ધિ મળે છે. આ બુદ્ધિ પુસ્તક કે શાસ્ત્રોમાંથી મળતી નથી પણ પ્રયાગ વડે અનુભવા દ્વારા મળે છે. સત્ય, અહિંસાના પ્રયાગા કરતાં ગાંધીજીને અનુભવ વધ્યા હતા તેથી તે આખા હિંદુને એ રસ્તે વાળી શકયા હતા.
ઉપર ચારેય પ્રકારની બુદ્ધિને સદુપયેાગ કરતાં તેની કાર્યક્ષમતા વધે છે પણ દુરૂપયાગ કરવાથી ઘટે છે. ગીતામાં સદુપયેાગ કરનારી બુદ્ધિને વ્યવસાયાત્મિકા બુદ્ધિ કહી છે :~
" व्यवसायात्मिका बुद्धि रेकेह कुरुनंदन !
,,
સર્વ હિતકારી સત્ય માર્ગે ઉપયેાગ કરવાથી પણ મુદ્ધિ કાર્યક્ષમ બને છે અને ઝડપથી તે શુદ્ઘ નિર્ણય લઈ શકે છે. બુદ્ધિ શુદ્ધ અને નિર્મળ ત્યારે થાય છે જ્યારે લાલ, મેાહ, માયા, ક્રોધ, ફળની આસક્તિ વગેરે દાષાથી તે ધેરાયેલી ન હોય. શુદ્ધ અને પવિત્ર બુદ્ધિ થતાં માણસ સ્થિતપ્રજ્ઞ બને છે. આવી બુદ્ધિ તારક બને છે.
જ્યારે બુદ્ધિને દુરુપયેગ થાય છે કે કરવ! દેવામાં આવે છે ત્યારે તે બુદ્ધિમારક બને છે. આજે વિશ્વના રાજકારણના પુરૂષાની તેમ જ વૈજ્ઞાનિકાની બુદ્ધિ ખૂબજ પ્રખર છે, પણ તેના ઉપર અંકુશ ન હેાવાથી કે ખાટા સ્થાપિત હિતાવાળાના અંકુશ તળે હાવાથી, તે સ્વચ્છંદ બુદ્ધિ ઉલ્ટે રસ્તે સહારને માર્ગે વપરાય છે. તેમજ તે સ્વ-પર-મારક બને છે.
આઈસ્ટાઈનની બુદ્ધિ કેટલી પ્રખર હતી ? પરમાણુસ્ફેટની દિશા તેણે શેાધી પણ અમેરિકાના હાથે તે શેાધ વેચાઈ જવાથી આઈન્સ્ટાઇન પોતાની બુદ્ધિને સદુપયેાગ ન કરી શકયા અને અંતે તેને પ્રશ્ચાતાપ થયા. જ્યારે અમેરિકાને પોતાના રાજકારણુ તેમજ વિશ્વયુદ્ધ બંધ કરાવવા માટે હાશીમા અને નાગાસાકી ઉપર તે ખબ ફેંકી ક્રૂરતા આચરવી પડી.
મારક બુદ્ધિ પેાતાને થતાં સ્મૃતિ વિકાસમાં ઘાતક બને છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com