________________
આમ આપપાતિકી બુદ્ધિથી અભયકુમારે તે બતાવી આપ્યું. જેમ અકબરની સભામાં બીરબલ હાજરજવાબી માટે સુપ્રસિદ્ધ હતા.
વૈયિકી બુદ્ધિ : આ બુદ્ધિ વિનયથી વધે છે. વિનયમાં અર્પણતા હોય છે તેથી બુદ્ધિ તીવ્ર બને છે. સ્મૃતિ તાજી થાય છે.
એકલવ્ય ભીલ હતા. તે દ્રોણાચાર્ય પાસે ધનુર્વિદ્યા શીખવા આવ્યો. પણ ભીલ જાતિનો હેઈ ગુરુએ તેને શિષ્ય ન બનાવ્યો અને વિધા શીખવવાની ના પાડી. એક્લવ્યના મનમાં ગુરુને વિનય ઉત્કટ હતો. તેણે ગુરુની પ્રતિમા સ્થાપી અને ખંતથી અભ્યાસ કરીને ધનુર્વિદ્યામાં પારંગતતા મેળવી. ગુરુદક્ષિણમાં ગુરુએ જમણા હાથને અંગૂઠો માગ્યો તો અચકાયા વગર તેણે તે આપ્યો અને ડાબા હાથે બધું ચલાવી લીધું. આ વૈયિકી બુદ્ધિનું ફળ છે.
- રામકૃષ્ણ પરમહંસને એક પૈસાદાર ગૃહસ્થ શિષ્ય હતા. તેને દીકરો જડ અને નકામો હતો. શ્રી રામકૃષ્ણ તેને પોતાની પાસે રાખ્યો અને અઆ શીખવવા માંડયું. પણ, છ મહીનાની માથાકુટ બાદ પણ તે અ–આ લખતાં ન શીખી શક્યો. તે દરરોજ શ્રદ્ધાથી ગુરુ માટે ફૂલ લાવતે. કહેવાય છે કે રામકૃષ્ણજીના સ્વર્ગવાસ પછી તે છોકરો ઉપનિષદ્દ જેવા ગ્રંથો ઉપર પ્રવચન કરવા લાગ્યો અને ઉપદેશ દેવા લાગ્યો. આ તેમના આશીર્વાદ અને વૈનાયિકી બુદ્ધિનું ફળ હતું.
કાર્મિકી બુદ્ધિ : કર્મથી ખીલનારી બુદ્ધિનું નામ કામિંકી છે. સુથારને દીકરો સુથારકામ તરત શીખી શકે; તેમ જુદા જુદા કર્મવાળાં માણસાનાં નાનાને તે તે કામની બુદ્ધિ સહેજે આવે તે કામિકી બુદ્ધિ છે.
પરિણામિકી : કાર્યકારણભાવથી કે પ્રયોગ વડે જેવું પરિણામ આવે તે જોઈને જે બુદ્ધિ ખીલે તેને પરિણામિકી બુદ્ધિ કહેવામાં આવે છે. એક સત્યાર્થી સાધક જેમકે ગાંધીજી જેવા સત્યના પ્રયોગો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com