________________
આમુખ સ્મૃતિ-વિકાસના માર્ગો’ પુસ્તકને પિતીકું કરવાથી જે લોકો અવધાનશક્તિને ચમત્કાર માની તેને દૂરથી પૂજે છે, તેમને નજીકથી ચાહીને આરાધવાનું મન થશે. એથી અવધાનશક્તિ કોઈને ય માટે અશક્ય નથી એટલી પ્રતીતિ થાય તે સ્વાભાવિક છે. અને જેમણે એ શક્તિ આરાધી છે અથવા આરાધવાના છે, તેમને એ ખ્યાલ આવશે કે અવધાનશક્તિ તે “મૃતિવિકાસના માર્ગો પૈકીને એક કેવળ પેટા માર્ગ જ છે. આટલી આરાધનાથી ફૂલાવાનું નથી તેમ સંતોષ માની એટલેથી અટકી જવાનું નથી. “સ્મૃતિવિકાસને પંથ' પારાવાર છે. એ તે આત્માને અંતરાત્મા તથા અંતરાત્માને છેવટે પરમાત્મારૂપ બનાવીને જ પૂરે થાય છે. વાચક આ સ્મૃતિ વિકાસના માર્ગોનું સંપાદન વાંચીને ગૂજરાતમાં જન્મેલા તાજા એવા શ્રીમદ્ રાજચંદ્રને–આ દિશાના શોભતા એ મેક્ષમાર્ગના મહાપથિકના જીવનને—યાદ કર્યા વિના કેમ રહી શકશે ? માત્ર એ એક જ જીવનનાં જુદાં જુદાં પાસાંઓ વિચારશે. તે તરત એક વિશ્વવંધ વિભૂતિને પણ યાદ કર્યા વિના નહીં રહી શકે. જેનું નામ ગાંધીજી છે.
અનુબંધ વિચારધારા ” આ બન્ને મહાપુરુષોના જીવનની ગંગા-યમુના સાથે મળેલી સરસ્વતી સાથેની પવિત્ર ત્રિવેણી છે. ભાલનલકાંઠા પ્રયોગનું એ આવી ત્રિવેણીમાંથી સર્જન થયું છે. એને આજલગીને વ્યકિત, સમાજ, સમષ્ટિ અને સંસ્થા સમેતને ઈતિહાસ સ્વપકલ્યાણની આરાધનાનો છે. ભલે તે ભારતના એક પ્રાંતમાં પણ એક જિલ્લાના
અમુક ભાગમાંથી શરૂ થયો હોય, પણ એનું લક્ષ્ય સમગ્ર વિશ્વની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com