________________
શિખરે પહોંચીને પણ જે વિકૃતિ આવે કે કુસ્મૃતિ થાય તો જીવન ઉડી ગર્તામાં પડી શકે છે એટલે સ્મૃતિ વિકાસ સાથે સતત જાગૃતિ રાખવી જરૂરી છે. નહીંતર સ્મૃતિ વિકાસ આત્મોન્નતિનું કારણ ન બનતાં, ચમત્કાર, સ્વપ્રશંસા કે સ્વાર્થમાં અટવાઈ જાય છે અને એકવાર લા ચુકાયા બાદ ફરી ને મળવું મુશ્કેલ બને છે.
આ અંગે વિસ્તારથી સ્મૃતિ વિકાસના બાહ્ય અને અન્તરંગ બધાં પાસાંઓ અને અલગ-અલગ મુદ્દાઓની છણાવટ પૂજ્ય મુનિવર્ય શ્રી સંતબાલજીએ સાધુ-સાધ્વી શિબિરની પ્રવચનમાળાના ઉપક્રમે કરેલી. જાને જ્ઞાની, શતાવધાની તેમજ વિશ્વ વાત્સલ્યના પ્રચારક હોઈને તેમણે દરેક વસ્તુ બહુ જ સ્પષ્ટતાથી રજૂ કરી છે. શિબિર પ્રવચનમાં તેને શિક્ષણ-વિષય તરીકે, તેના પેટા પાડી અલગ–અલગ મુદ્દાઓને ક્રમશઃ હનાવાર સમજાવવામાં આવ્યા હતા. પણ તેને સળંગ રૂપ આપવા જતાં તેના ક્રમ અલગ અલગ પ્રકરણ પ્રમાણે પાડીને તેને ફરી મકારીને રજુ કરવામાં આવ્યું છે. આ મઠારવાનું કાર્ય પૂ. મુનિશ્રી મિચંદ્રજીએ બહુ જ વ્યવસ્થિત રીતે કર્યું છે એટલે આ પુસ્તકના સંપાદનમાં વિષયનું સરલીકરણ કરવા અને પ્રેસ માટેની પ્રતિલિપિ તૈયાર કરવાનું જ મારે ફાળે આવ્યું છે. આ પુસ્તક જલી પ્રગટ થાય તે માટે ઉદર મુનિ જાતે પ્રેસકોપી કરવાનું પણ સૂચવેલું પણ જ્ઞાન-લાભના મારા અંગત સ્વાર્થ માટે મેં જ તેને કરવાનો આગ્રહ રાખ્યો. જેને તેમણે પ્રકાશનમાં વિલંબ થવા છતાં માન્ય રાખી મારા ઉપર ઋણ ચડાવ્યું છે. વાચકો આ વિલંબ માટે મને જરૂર માફ કરશે કારણ કે આનું સ્વતંત્ર મૂલ્યાંકન, જ્ઞાન-વિકાસ કે સ્મૃતિ વિકાસ કરનાર માટે છે, એવું મારી જેમ, વાચકો પણ સ્વીકાર્યા વગર નહીં રહે; એમ મારું વિનમ્ર માનવું છે.
દેવ-દિવાળી. તા. ૧૮-૧૧-'૧૪
ગુલાબચંદ જૈન માસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com